Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મહુવા પાસે ડમ્પર હડફેટે બાઇકઃ બે યુવાનોના મોત

ભાવનગર તા. ર૬ : મહુવા તાલુકાના જાદરા-ગુંદરણી રોડ પર નાના જાદરા નજીક મોટર સાયકલ પર પસાર થઇ રહેલા બે યુવકોને પુરઝડપે નીકળેલા ડમ્પરના ચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સવાર બન્ને યુવાનોના લોહીયાળ ઇજાઓ સાથે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.

બનાવની જાણ થતાં નજીકની ૧૦૮ તથા પોલીસ સહિતના સ્થળ પર દોડી જઇ આગળાની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના ગુંદરણી ગામે રહેતા મહેશભાઇ સંજયભાઇ સરવૈયા (ઉ.ર૦) અને લલીતભાઇ મનુભાઇ શિયાળ (ઉ.૧૮) નામના બન્ને યુવાનો સાંજના સુમારે મોટરસાયકલ પર જાદરાથી ગુંદરણી રોડ પરથી પસાર થતા હતા ત્યારે પસાર થઇ રહેલા ડમ્પરના ચાલકે ઉપરોકત મોટરસાયકલને હડફેટે લઇ અકસ્માત સજ્યો હતો.

(11:11 am IST)