Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વિડીયો : વડતાલ આચાર્યની ગાદીના મામલે ૧૬ વર્ષથી ચાલી રહેલા સ્વામીનારાયણ સંસ્થાનના વિવાદનો અંત ?: બન્‍ને પક્ષોના વિડીયો થયા વાયરલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત થયાનું ચર્ચાઇ રહ્યું છે. મામલે પૂ. જ્ઞાનજીવન સ્વામી કુંડલ અને પૂ. નિત્ સ્વરૂપ સ્વામીના વિડફીયો પણ વાયરલ થયો છે.

વડતાલ આચાર્ય ની ગાદીને લઈને 16 વર્ષ થી ચાલતા વિવાદનો અંત આવીયાનો વીડિયો બન્ને પક્ષનો વાઇરલ થયો

 વડતાલ હાલના દેવ પક્ષના આચાર્ય શ્રી રાકેશપ્રસાદ અને આચાર્ય પક્ષના અજેન્દ્ર પ્રસાદ વચ્ચે વિવાદ ચાલતો હતો 2 દિવસથી બન્ને વચ્ચે ચાલતો વિવાદનો અંત આવીયો તેવો વિડિઓ વાઇરલ થતા હરિ ભકતો માં ખુશી જોવા મળે છે

    વડતાલ સ્વામિનારાયણ નું ગાદી સ્થાન ગણાય ભગવાન સ્વામિનારાયણ એ પોતાની હાજરીમાં 2 ગાદી સ્થાપી હતી એક અમદાવાદ અને બીજી વડતાલ આ ગાદી પર ધર્મકુળ  નાજ વંશ વારસોજ આ ગાદી પર બેસી શકે તેવું બંધારણ રચાયું હતું તે પ્રમાણે આ પરંપરા ચાલી આવે છે

   16 વરસ પહેલાં આચાર્ય તરીકે અજેન્દ્ર પ્રસાદ વિરાજમાન હતા અને સંતો વચ્ચે વહીવટી બાબતે વાંધો ઉભો થતા અજેન્દ્ર પ્રસાદને પદ ભ્રષ્ટ કરીને હાલના આચાર્ય રાકેશ પ્રસાદને બિરાજમાન કર્યા હતા ત્યારબાદ અજેન્દ્ર પ્રસાદ 12 વર્ષ સુધી ભુર્ગભ માં રહ્યા બાદ કોર્ટમાં રજૂ થયા બાદ સંપ્રદાય માં બે ફાંટા પડ્યા હતા અને વિવાદો વધતા ગયા હતા

 છેલ્લા ઘણા સમય થી આ કોકડું ગૂંચવાઈ રહ્યું હતું અને આ સમાધાન કરવા વડીલ સંતોએ જહેમત ઉઠાવી હતી અને આખરે આ સમાધાન થયા નો વીડિયો વાઇરલ થયો હતો.

(8:09 pm IST)