Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્શ મોરબીનાં લખધીરપુર રોડ પરથી ઝડપાયો.

ભોગ બનનાર મળી આવતા એમપી પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્શને મોરબી પોલીસ ટીમે લખધીરપુર રોડ પરની ફેક્ટરીમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ બાળકોના અપહરણના થયેલ ગુન્હાઓને શોધી કાઢવા કાર્યરત હોય દરમીયાન મધ્યપ્રદેશના ધાર જીલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરનાર શખ્શ મોરબીના લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં હોવાની બાતમીને પગલે ટીમે લખધીરપુર રોડ પર કેવલ સિરામિક કારખાનાની ઓરડીમાં તપાસ કરતા આરોપી વીરેન્દ્ર મહેશભાઈ માવી (ઉ.વ.૧૯)  (રહે એમપી વાળા) ને ઝડપી લીધો છે અને ભોગ બનનાર મળી આવતા એમપી પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એ ડી જાડેજા, હીરાભાઈ ચાવડા, રજનીકાન્તભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી

 

(9:26 pm IST)