Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ફેરીબોટનાં ભાડા વધારવા માંગણી :સર્વિસ બંધ કરી આંદોલનની ચીમકી

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ માલિકોએ મેરિટાઇમ બોર્ડને આપ્યું અલ્ટીમેટમ

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના ભાડા વધારાના મુદ્દે બોટ માલિકોએ ભાડા વધારવા ગુજરાત મેરિટાઇમ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું બોટમાલિકોએ  જો 15 દિવસમાં ભાડા વધારવામાં નહીં આવે તો ફેરીબોટ સર્વિસ બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચરી છે.

  યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરવર્ષે હજારો લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે ઓખાથી બેટ દ્વારકા જવા માટે અવાર જવર કરવા માટે બોટ મારફતે જવું પડે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભાડા વધારવાની મંજૂરી મળતી નથી અને તેને કારણે બોટ માલિકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અહીં હાલ 180 બોટ છે અને એક બોટ માલિકને ત્રણથી ચાર દિવસે ફેરી કરવાનો વારો આવે છે. ત્યારે હવે ફેરીબોટ સર્વિસ એસોસિએશન અને બોટ માલિકોએ ભાડું વધારવાની રજૂઆત સાથે ગુજરાત મેરિટાઈમ બોર્ડને આવેદન પત્ર આપ્યું છે.

(12:13 am IST)
  • યુએનમાં અમેરિકી દૂત બન્યા બાદ નીક્કી હેલી પ્રથમવાર ભારતમાં :બે દિવસીય પ્રવાસમાં ભારતીય ઉદ્યોગપતિઓ,વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત : ટ્રમ્પ પ્રશાસનમાં મુખ્ય દરજ્જો રાખનારી ભારતીય અમેરિકી નિક્કી અને ભારતીય અધિકારીઓ વચ્ચે વાતચીતના પ્રમુખ મુદ્દામાં ભારત-અમેરિકા રણનીતિક સંબંધ અને મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાક્રમ સામેલ થશે access_time 12:40 am IST

  • ખરીદી લ્યો 2020 પહેલા કાર ;ભારતમાં પ્રત્યેક મીનિટે 6 કાર ખરીદી :2020 બાદ વધુ કિંમત ચૂકવી પડશે :2020માં કાર કંપનીઓ BS-VI નોર્મ્સ ફૉલો કરશે: આ સ્થિતિમાં કાર અથવા દ્વિચક્રી વાહનો પર મોટા ડિસ્કાઉન્ટ લગભગ અશક્ય :BS-VI વાહનો માટે 1 એપ્રિલ 2020ની ડેડલાઈન રાખી છે access_time 9:14 pm IST

  • વોરંટ ઇસ્યુ થયું છતાં દાંતી મહારાજની ધરપકડ કેમ નહિ ?:કોર્ટે માંગ્યો પોલીસનો જવાબ દક્ષિણ દિલ્હીના ફતેહપુર સ્થિતશનિધામ મંદિરના સંચાલક દાંતી મહારાજની હજુ સુધી ધરપકડ નહિ થતા સાકેત અદાલતના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પૂજા તલવારે આ મામલે સુનાવણી કરતા દિલ્હી પોલીસને સવાલ કરી જવાબ માંગ્યો હતો access_time 1:02 am IST