સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th June 2018

ફેરીબોટનાં ભાડા વધારવા માંગણી :સર્વિસ બંધ કરી આંદોલનની ચીમકી

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ માલિકોએ મેરિટાઇમ બોર્ડને આપ્યું અલ્ટીમેટમ

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના ભાડા વધારાના મુદ્દે બોટ માલિકોએ ભાડા વધારવા ગુજરાત મેરિટાઇમ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું બોટમાલિકોએ  જો 15 દિવસમાં ભાડા વધારવામાં નહીં આવે તો ફેરીબોટ સર્વિસ બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચરી છે.

  યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરવર્ષે હજારો લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે ઓખાથી બેટ દ્વારકા જવા માટે અવાર જવર કરવા માટે બોટ મારફતે જવું પડે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભાડા વધારવાની મંજૂરી મળતી નથી અને તેને કારણે બોટ માલિકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અહીં હાલ 180 બોટ છે અને એક બોટ માલિકને ત્રણથી ચાર દિવસે ફેરી કરવાનો વારો આવે છે. ત્યારે હવે ફેરીબોટ સર્વિસ એસોસિએશન અને બોટ માલિકોએ ભાડું વધારવાની રજૂઆત સાથે ગુજરાત મેરિટાઈમ બોર્ડને આવેદન પત્ર આપ્યું છે.

(12:13 am IST)