Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

નવી હોસ્‍પિટલના આંગણે ‘અકિલા' પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાનું સન્‍માન

‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ડો. ભરત બોઘરા સાથે ગાડીમાં બેસી સભાસ્‍થળ, ભોજન સ્‍થળ, પાર્કિંગ વગેરેની તૈયારીઓ નિહાળેલ અને આયોજકો તથા સ્‍વયંસેવકોને અભિનંદન આપ્‍યા હતા. આ મુલાકાત પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી, આટકોટના અકિલાના પ્રતિનિધિ વિજય વસાણી સાથે રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

આટકોટમાં તા.ર૮ મીઍ પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ઉદઘાટ થનાર છે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરા અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ગઇકાલે હોસ્પિટલની અને સભા સ્થળની મુલાકાત લીધેલ તે પ્રસંગે પાટીદાર સમાજના આગેવાનો, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ  તેમજ ડો.બોઘરાના વ્યવસાયીક સાથીદારો સાથે રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

અકિલા પરિવારા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાઍે આટકોટની પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લેતા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ અસલાલીયા, મેનેજીંગ ટ્રસ્ટી ભરત બોઘરા અન્ય ટ્રસ્ટીઓ તથા ડોકટરોઍ તેમને ભાવભેર  આવકારેલ અને હોસ્પિટલની ઓફીસમાં ભુમીપુજનથી માંડી ઉદ્ઘાટન સુધીની પાંચ વર્ષની પ્રગતી યાત્રા અને ભાવી આયોજન વિશે વાકેફ કરેલ છે. પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા )

 

રાજકોટઃ સમગ્ર સૌરાષ્‍ટ્રની સેવાકીય હેતુની સૌથી મોખરાની આટકોટની પરવાડિયા હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન પૂર્વે ગઇકાલે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ મુલાકાત લેતા હોસ્‍પિટલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરતભાઇ બોઘરા, પ્રમુખ બાબુભાઇ અસલાલિયા તેમજ અન્‍ય ટ્રસ્‍ટીઓ અને તબીબોએ અંતરના ઉમળકાથી આવકારી શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. આ પ્રસંગે હોસ્‍પિટલ સાથે સંકળાયેલા અગ્રણીઓ પરેશ ગજેરા, ભૂપતભાઇ ભાયાણી, ગિરધરભાઇ ભુવા, રમેશભાઇ હીરપરા, બાબુભાઇ ઘેલાણી, અરજણભાઇ રામાણી, રૂડા ભગત વગેરે ઉપસ્‍થિત રહે. અકિલા પરિવારના ડો. અનિલ દશાણી અને આટકોટના અકિલાના પ્રતિનિધિ વિજય વસાણી પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(12:22 pm IST)