Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રવિવારે ધ્રોલ પધારી રહેલા સુન્ની ધર્મગુરૂ

સૌરાષ્‍ટ્રની જાણીતી ઇસ્‍લામી વિદ્યાપીઠ અમીને શરીઅત એજયુકેશન ટ્રસ્‍ટ સંકુલનો સમારોહઃ ર૧ ફાઝિલ, ૩ર આલિમ, ર૦ કારી, ૧૬ હાફિઝ ત્‍થા ર૩ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરાશે : ર૯મીએ રાત્રે વાઅઝનો જલ્‍સોઃ ભારતના ટોચના વકતાઓ ત્‍થા અન્‍ય ઉલેમાઓની હાજરી : સાથે સાથે સંસ્‍થાના સર્વેસવા હાજી ઉસ્‍માનગની બાપુના આંગણે શાદી પ્રસંગ ઉજવાશે : પુત્ર ડો. ગુલામજીલાની અને નવાસાની નિકાહ વિધિ ‘કાઇદે મિલ્લત' સંપન્‍ન કરાવશેઃ સુન્ની મુસ્‍લિમોને ઉમટી પડવા હાફિઝ આદમનો અનૂરોધ

ધ્રોલ તા. ૨૬ :. ભારતભરના સુન્ની સંપ્રદાયના વડા આંલા-હઝરત ઇમામ અહેમદ રઝાખાન બરૈલ્‍વી (રહે.)ના પ્રપૌત્ર તથા હુઝૂર તાજુશ્‍  શર્રીયાહના  સુપુત્ર અને ગાદિપતિ ભારતના વડા મુફતી, કાઇદે મિલ્લત હઝરત મૌલાના અસ્‍જદ રઝાખાન સાહેબ રવિવારે ધ્રોલ પધારી રહ્યા છે.
ધ્રોલ શહેરમાં હાઇવે ઉપર જ આવેલ સૌરાષ્‍ટ્રની જાણીતી ઇસ્‍લામી વિદ્યાપીઠ અને સૌરાષ્‍ટ્રના જાણીતા પીઢ ઉલેમા તથા હુઝુર અમીને શરીઅતના ખલીફા, હઝરત મૌલાના ઉસ્‍માનગનીબાપુ રિફાકતી, રઝવીની દેખરેખમાં વર્ષાથી આગેકૂચ સાથે ચાલી રહેલા અમીને  શરીઅત એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સુન્‍ની ધર્મગુરૂ બરૈલી શરીફ (યુ.પી.) થી પધારી રહ્યા છે.
આ  કાર્યક્રમમાં તા.૨૯ના રવિવારે રાત્રે જશ્‍ને દસ્‍તારબંદી અને રિદાઅપોશી એટલે કે દારૂલ ઉલૂમ અન્‍વારે  મુસ્‍તુફા રઝા - ધ્રોલ, જામેઆ  આએશા  મદરસતુલ બનાત-ધ્રોલ તથા દારૂલ ઉલૂમ હુસૈનીયા રઝવીયાહ -લાલપુરનો પદવીદાન સમારંભ યોજાયો છે.
જેમાં આ ત્રણેય સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનો પૈકી  ૨૧ ફાઝિલ, ૩૨ આલિમ, ૨૦ કારી તથા ૧૬ હાફિઝને પદવી  આપવામાં આવશે.
આ પ્રસંગે રવિવારે રાત્રે યોજાયેલ જલ્‍સામાં ખાસ વકતાઓ તરીકે, હઝરત મૌલાના મુફતી મો.અફઝાલ (બરૈલી  શરીફ), મુફતી આશિક હુસૈન (બરૈલી શરીફ), અને મૌલાના  શહરયાર આલમ (પુરનીયા બિહાર) ઉપસ્‍થિત રહી તકરીરો કરશે.
જલ્‍સામાં સૈયદ આલેમુસ્‍તુફા દાદાબાપુ કિબ્‍લા  (જાફરાબાદ), કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ (બેડી), અલ્લામા અ.સત્તાર હામદાની (પોરબંદર), મુફતી મોહસીન રઝા હાદી (ધ્રોલ), સૈયદ સિકંદરબાપુ (રાજકોટ), ખલીફાએ કાઇદે મિલ્‍લ્‍ત મુફતી બાબુલ હુસૈન (ધ્રોલ) મુફતી મો.હુસેન અકબરી (વાલાસણ) અલ્લામા મો.યુનુસ બુરહાની- જામનગર, મૌલાના મો.નઝીમ બરકાતી (લાલપુર) વિગેરે સહિતના ઉલ્લેમાઓ -સાદા  તો, અગ્રણીઓ હાજરી આપનાર છે.
આ માટે વ્‍યવસ્‍થાપાકો  મોહમંદ મદની, નિઝા મુદદીન રઝવી, હાફિઝ  મરગુબ આલમ, મો.સાબિર રઝવી, મૌલાના અલીમુહમદ અશરફી, મૌલાના નઝર હુસૈન, મૌલાના મો હુસૈન,  હાફિઝ  મહેબૂબ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
 જયારે આ સંસ્‍થાની વિદ્યાર્થીનીઓનો સમારંભ તા.૨૮ને શનિવારે બપોરે યોજાયો છે.  જેમાં આલેમા મહોતરમા આઇનરઝા સાહેબા  નકશબંદી (મુંબઇ) હાજરી આપશે અને ર૩ ઉર્તીણ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરશે.
જયારે આ પ્રસંગ પૂર્વ આ સંસ્‍થાના સર્વસવા   હઝરત મૌલાના ઉસ્‍માન ગનીબાપુના આંગણે શાદી  પ્રસંગ ઉજવાશે.
જેમાં મૌલાના ઉસ્‍માન ગનીબાપુના સુપુત્ર ડો.મો.ગુલામજીલાનીની  શાદી મુફતીએ સૌરાષ્‍ટ્રના પૌત્ર મૌલાના ગુલામ મુહંમદ રઝવી (ધોરાજી)ના સુપુત્ર મૌલાના મો. અશરફના  સુપુત્રી અકસાબાનુ સાથે યોજાયેલ છે.
આ ઉપરાંત મૌલાના ઉસ્‍માનગનીબાપુના નવાસા અને જનાબ મો.ઇમરાનભાઇ કાઝીના સુપુત્ર મો.મુખ્‍તારની નિકાહ અલ્લામા અ.વાહિદ  મુન્‍શીના સુપુત્રી ઝૈનબબાનુ સાથે સંપન્‍ન થશે.
સુન્‍ની ધર્મગુરૂ કાઇદે મિલ્લત ધ્રોલ પધારી રહ્યા છે. એ અવસરે તેઓની નિશ્રામાં જ આ નિકાહ વિધિ તા.૨૯ના રવિવારે સવારે ૧૧ વાગ્‍યે નૂરી મસ્‍જીદ (દારૂલ ઉલૂમ કમ્‍પાઉન્‍ડ) ધ્રોલ ખાતે સંપન્‍ન થશે.
આ સમગ્ર કાર્યક્રમમાં સુન્ની મુસ્‍લિમોને બહોળી સંખ્‍યામાં ઉમટી પડવા હાફિઝ મો.આદમ સાહેબ રઝવીએ અનુરોધ કર્યો છે.

 

(11:55 am IST)