Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આટકોટના આરોગયધામના લોકાર્પણમાં ઉમટી પડવા ચેતન રામાણીનું આહવાન

રાજકોટ તા.ર૬ : ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્‍ટ્રના ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણીએ એક યાદીમાં  જણાવેલ છે કે, આટકોટની કે.ડી.પરવાડીયા, મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ તેમજ  જેમને ૮ વર્ષ સુધીઆટકોટ વિસ્‍તારમાં ડો. તરીકેની પ્રેકટીસ કરી ગરીબોને વિનામૂલ્‍યે તેમજ રાહ દરે સારવાર આપી એવું સ્‍વપ્‍ન સેવનાર ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરાનું સ્‍વપ્‍ન સાકાર થવા જઇ રહયુ છે.

સૌરાષ્‍ટ્રને અનેક વિધ યોજનાઓની ભેટ આપનાર ભારતના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ફરી એક વખત સૌરાષ્‍ટ્રની અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે સેવાકીય ટ્રસ્‍ટ દ્વારા તમામ અદ્યતન સુવિધાઓથી સજજ શ્રી કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલના લકાર્પણ માટે મુલાકાતે આવી રહયા છે.ત્‍યારે આ વિસ્‍તારની પ્રજા તેમના આદર સત્‍કાર માટે ઉત્‍સાહીત છે.

સૌરાષ્‍ટ્રના તમામ લોકોને આ લોકાર્પણ સમારોહમાં ભારતના તેજસ્‍વી તેમજ તપસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબને આવકારવા અને સંચાલકોને બિરદાવવા મોટી સંખ્‍યામાં ઉમટી પડવા ચેતનભાઇ રામાણીએ અનુરોધ કરેલ છે.

 

(11:36 am IST)