Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પોરબંદરના ખાંભોદરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

સરકારી જમીન ઉપર ગાંજો વાવી દીધો : વાવેતર કરનાર હજારોના લીલા ગાંજાના છોડ સાથે ઝડપાયો

પોરબંદર, તા. ર૬ :  તાલુકાના ખાંભોદરમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને ગેરકાયદે ગાંજાનું વાવેતર કરનાર કેશુ લાખા ગોઢાણિયાને પોલીસે પકડીને વાવેતર કરેલ રર હજારના લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતાં.

ખાંભોદરમાં કેશુ લાખા ગોઢાણિયા (ઉ.વ.૪૭) એ પોતાના મકાન સામે સરકારી જમીનમાં ગેરકાયદે તુવેરના વાવેતર સાથે ગાંજાનું વાવેતર કરેલ હોય એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. કે.આઇ. જાડેજાએ ચેકિંગ હાથ ધરી છે. તુવેર સાથે વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-ર વજન ૩ કિલો ૭૯૦ ગ્રામ કિ. રર૭૪૭ના પકડી પાડેલ. સરકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદે ગાંજાનું વાવેતર કરનાર કેશુ લાખાને પકડીને પોલીસે ગુન્હો નોંધ્યો છે.

(2:36 pm IST)