Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ધોરાજીમાં પીપળીયામાં હોમ કોરોન્ટાઇનથી કંટાળીને ફીનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ

ધોરાજી,તા.૨૬: ધોરાજી તાલુકાના પીપળીયા ગામે રહેતા રોનક અણદાભાઈ સોલંકી ઉંમર ૧૯ ગામના યુવાને પોતાના જ ઘરમાં હોમ કોરોન્ટાઇન હોય અને જેથી કંટાળી જઈને આત્મહત્યાની કોશિશ ફીનાઇલ પીને કરતા ધોરાજી અને પાટણવાવ પોલીસ દોડી ગઇ હતી તેમજ ધોરાજીના મામલતદાર પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી તાલુકાના પીપળીયા ગામ ખાતે રહેતા રોનક અણદાભાઈ સોલંકી ઉંમર ૧૯ તે તેમના સંબંધીને કોરોના પોઝિટિવ આવતા યુવાન પણ હોમ કોરોન્ટાઇન તેમના જ ઘરમાં કરવામાં આવ્યો હતો.પરંતુ ઘરમાં પુરાઈ રહેવાના કારણે આવેશમાં આવી ફિનાઈલ પીને આત્મહત્યાની કોશિષ કરતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ સમયે ધોરાજી પોલીસે પ્રાથમિક તપાસ કરી તેમના કાગડો પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યા હતા બાદ ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા પાટણવાવ ના પીએસઆઇ વાય બી રાણા વિગેરે સ્ટાફ સરકારી હોસ્પિટલ ખાતે આવીને ફિનાઈલ પીને આત્મહત્યાની કોશિષ કરનાર યુવાનની પૂછપરછ કરી હતી ઉપરોકત બનાવવા અંગે પાટણવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)