Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ અને તેના પતિ રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા

IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે લાંચ માગી હતી : રાજકોટમા એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬   એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પતિને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે                                                      પ્રાપ્ત માહિતી મુજબ    ફરીયાદી-એક જાગૃત નાગરીક પાસે આરોપી-(૧) હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર, સરપંચ (પદાધિકારી) વાડીનાર ગ્રામ પંચાયત તા.ખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકા અને  ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘાર, (મહિલા સરપંચના પતિએ IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦/- તથા ઘરવખરીનો સામાન, ૩-મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરેલ. જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી ૩ મોબાઇલ ફોન તથા રૂ.૫૦,૦૦૦/- રોકડા અગાઉ ફરીયાદી તથા ફરીયાદી સાથે કામ કરનાર અન્ય વ્યક્તિ પાસેથી સ્વીકારી લીધેલ અને બાકીની રકમ રૂ.૩,૫૦,૦૦૦/- તથા બે આઇ ફોન પૈકી રૂ.૧,૫૦,૦૦૦/- આજરોજ રાજકોટ આપવાનો વાયદો કરેલ હતો.

     જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં(૧) તથા (૨)નાઓએ  ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, સરપંચ વતી તેના પતિએ ફરીયાદી પાસેથી રૂા.૧,૫૦,૦૦૦/- ની લાંચની રકમ  સ્વીકારી સરોવર પોર્ટીકો હોટેલ, લીમડા ચોક, રાજકોટ શહેર ખાતે ટ્રેપીંગ અધિકારી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા  પોલીસ ઇન્સ્પેકટર એસીબી પો.સ્ટે.રાજકોટ શહેર, તથા રાજકોટ શહેર એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજા, મદદનીશ નિયામક , એસીબી રાજકોટ એકમ, રાજકોટ એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

(1:34 pm IST)