Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ઓનલાઇન વકૃત્વ સ્પર્ધા યોજાઇ.

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા યોજાયેલ ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધામાં કુલ ૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૫ થી ૧૦ વર્ષના વય જૂથમાં પ્રથમ ક્રમાંક સાનવી અંતાણી, દ્વિતીય મહેતા પ્રિયાંશી, તૃતીય દીપલ ભરવાની આવેલ હતા. આ ગ્રુપમાં વેદ કાંજિયા તેમજ સંઘાણી મોક્ષાને પ્રોત્સાહન ઇનામ મળ્યું હતું .
૧૧ થી ૧૬ વર્ષના વય જૂથમાં પ્રથમ ક્રમાંક સેતા યશ્વી, દ્વિતીય ઝાલા એન્જલબા, તૃતીય જીવાણી અક્ષીતા આવેલ હતા. મુગ્ધા રાજસિંહ ઝાલા તેમજ રાવલ ધીમહિને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિરવભાઈ માનસેતાએ સેવા આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડન્ટ નયનાબેન બારા, ટ્રેઝરર પુનમબેન હિરાણી, મનિષાબેન ગણાત્રા, ચેતનાબેન પાંચાલ, કવિતાબેન તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી…

(11:48 am IST)