Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

જામનગર-ગોંડલઃ હાલ શિયાળાના ઠંડી ભર્યા વાતાવરણમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોલ્‍ડવેવ

જામનગર-ગોંડલઃ હાલ શિયાળાના ઠંડી ભર્યા વાતાવરણમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોલ્‍ડવેવની અસર જોવા મળી રહી છે. ત્‍યારે જામનગરમાં પણ કડકડતી ઠંડી વચ્‍ચે લોકો તાપણાનો સહારો લઇ રહયા છે. સુર્ય આથમતા અને સાંજ પડતાની સાથે જ જામનગરના વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની દરીયાઇ વિસ્‍તારમાં અસર વર્તાયા બાદ અને માવઠા પછી કડકડતી ઠંડીનો રાઉન્‍ડ શરૂ થયો છે. ત્‍યારે જામનગરના લોકો પરીવારજનો સાથે રાત્રીના સમયે ગરમ વષાો પહેરી ઠંડીથી રાહત મેળવવા તાપણા કરી રાહત મેળવતા જોવા મળ્‍યા હતા. પ્રથમ અને બીજી તસ્‍વીરમાં જામનગર અને ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં તાપણાનો સહારો લેતા લોકો નજરે પડે છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર, ભાવેશ ભોજાણી-ગોંડલ)

 

(11:32 am IST)