Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ગોંડલ નવાયાર્ડ પાસે મરચાથી ભરેલા વાહનોની કતારો

ગોંડલ: નવા માર્કેટયાર્ડમાં ચાર દિવસથી યાર્ડ બંધ હોવાથી નવાયાર્ડ ની બહાર મરચા થી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી છેલ્લે મરચા ના ભાવ ૨૫૦૦થી 3500 રહ્યા હતા.(તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(5:47 pm IST)
  • સુરતમાં રેલી: અનેકની ધરપકડ: સુરત: તિરંગાયાત્રા કાઢતા ૫૦ની અટકાયત. સરથાણા જકાતનાકા પાસે પોલીસે અટકાવી રેલી: સરથાણા જકાતનાકા પાસે ધરપકડો કરાઈ access_time 10:54 am IST

  • ખેડૂતોની ટ્રેક્ટર રેલી પૂર્વે દિલ્હીમાં રાતોરાત સડક ઉપર દિવાલ ઊભી કરી દેવામાં આવી છે કરનાલ બાયપાશ ઉપર વાહનોને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા માટે કામચલાવ દિવાલ ઉભી કરવામાં આવી છે. લોકોને ટ્રેક્ટર પરેડના રૂટ આસપાસથી પસાર નહીં થવા કહેવાયું છે. ખેડૂત આગેવાનો ટ્રેક્ટર પરેડ યુપી ગેટથી અક્ષરધામ મંદિર સુધી લઇ જવા માટે મક્કમ છે. સતત અવરોધ મડાગાંઠ સર્જાવાને કારણે દિલ્હી પોલીસે યુપી ગેટ બોર્ડર ઉપર દિલ્હી તરફથી આવનારા રસ્તાને બંધ કરી દીધેલ છે. ટ્રેક્ટર રેલી સિંધુ બોર્ડર, ગાજીપુર બોર્ડર અને ટીકરી બોર્ડરથી નીકળવાની તૈયારીમાં છે. સમગ્ર દેશની નજર આજની ટ્રેક્ટર રેલી ઉપર મંડાઈ છે. access_time 10:29 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સળગ્યા: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે ફરી વધારો થયો છે. એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૮૬ રૂપિયા જ્ અને મુંબઈમાં રૂ.૯૨.૬૩ થયો છે. access_time 11:08 am IST