Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જામનગરમાં દોઢ લાખનો દારૂ ભરેલ કાર મળી આવી

જામનગર તા. રપ :.. જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ. સી. બી. ના ઇન્ચાર્જ પો. ઇન્સ. એસ. એસ. નિનામાના માર્ગદર્શન મુજબ એલ. સી. બી. સ્ટાફના પો. સ. ઇ. કે. કે. ગોહીલ તથા પો. સ. ઇ. આર. બી. ગોજીયા તથા પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી તથા એલ. સી. બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં દારૂ-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન એલ. સી. બી.ના ફિરોજભાઇ દલ, તથા રઘુવીરસિંહ પરમારને મળેલ હકિકત આધારે દિ. પ્લોટ ૪પ પાસે રોડ ઉપરથી એક સફેદ કલર નંબર વગરની ટાટા બોલ્ટ કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૭, કિ. રૂ. ૧,૪૬,૮૦૦ તથા કાર કિ. રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૪૬,૮૦૦ ના મુદામાલ સાથે મળી આવતા પો. હેડ કોન્સ. ધાનાભાઇ મોરીએ ફરીયાદ રીપોર્ટ આપતા એ. એસ. આઇ. માંડણભાઇ વસરાએ એ તેમની સામે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને દારૂ ભરેલ કાર ચાલકને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો. ઇન્સ. એસ. એસ. નિનામા નાઓની સુચના થી પો. સ. ઇ. કે. કે. ગોહીલ તથા પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી તથા પો. સ. ઇ. આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, રઘુભા પરમાર, યોજરાજસિંહ રાણા, એ. બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:49 pm IST)