Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

લાઠીમાં અફીણના પોષ ડોડાના જથ્થા સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. તથા લાઠી પોલીસ ટીમ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર : અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી  તથા  એસ.ઓ.જી.ટીમ  ને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય,  લાઠી પો.સ.ઇ.શ્રી એન.એ.વાઘેલા  તથા  એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી  તથા  એસ.ઓ. જી.ટીમ  લાઠી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, લાઠી ટાઉન ''કલાપી પાર્ક'' માં રહેતા અશોકભાઇ ઉર્ફે કાળુભાઇ રતીલાલ વોરા, રહે. લાઠીવાળા પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાને  અફીણનાં ડોડવા સાથે ઝડપાયો છે.

પકડાયેલ શખ્સ પાસેથી માદક પદાર્થ સુકા પોષ ડોડાનાં ખાલી ખોખા તથા તેનો ભુકકો, ૩૬ કિલો. કિ.રૂ.૧,૦,૮૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૧, કિ.રૂ.૭૦૦૦/- તથા એક સાદો વજન કાંટો સ્ટીલનાં છાબડા સાથે  કિ.રૂ.૭૦૦/- તથા બે પ્લાસ્ટીકનાં સફેદ કલરનાં કોથળા કિ.રૂ.-૦૦/- તથા ૧૦૦, ૨૦૦, ૫૦૦, ગ્રામનાં વજન માટેનાં વજનીયા કિ.રૂ.૪૫ મળી કુલ મુદ્દામાલની  કિ.રૂ.૧,૧૫,૭૪૫/-  ના મુદ્દામાલના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વઘુ તપાસ અર્થે લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. 

 આમ,  અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ  પોલીસ ઈન્સ.,શ્રી ડી.વી.પ્રસાદ,  બાબરા પો.સ્ટે., તથા  એસ.ઓ.જી. પો.સ.ઈ., એમ.એ.મોરી  તથા  લાઠી પો.સ.ઇ.શ્રી એન.એ.વાધેલા  તથા એસ.ઓ.જી.તથા લાઠી પો.સ્ટે., ટીમ દ્વારા એક ઈસમને માદક પદાર્થ સુકા પોષ ડોડાનાં ખાલી ખોખા તથા તેનો ભુકકાના જ્થ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(12:49 pm IST)