Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કોડીનાર તાલુકાની મુલાકાતે મહિલા ઉપાધ્યક્ષ

કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ ભાવનાબેન સોલંકીએ કોડીનાર તાલુકામાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. અન્ય સ્કૂલો ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની સરાહનીય કામગીરી નો પરિચય, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંદ્યના સદસ્ય બનવા માટેની શુભેચ્છા તેમજ દરેક શાળામાં થતી નાવીન્ય સભર પ્રવૃત્ત્િ।ને સરાહના પાઠવવામાં આવી.આ પ્રવાસમાં કોડીનાર તાલુકાના અધ્યક્ષશ્રી રઘુસિંહ મોરી, ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ વાળા , મહિલા ઉપાધ્યક્ષ ગીતાબેન ચૌહાણ, મહિલા સંગઠન મંત્રી શ્રી નીતાબેન બોધી સાથે રહ્યા. કોડીનાર તાલુકા ની શુભેચ્છા મુલાકાત અને માર્ગદર્શન માટે રાજેન્દ્રસિંહ વાળાએ સૌ ટીમનો આભાર માન્યો હતો. અને શિક્ષક હિત માટે તાલુકા ટીમ હંમેશા કટિબદ્ઘ છે તેમ જણાવ્યું હતું.મહિલા ઉપાધ્યક્ષની મુલાકાતે આવ્યા તે તસ્વીર.

(11:41 am IST)