Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વાંકાનેરની કોર્ટમાં ચેક રિટર્ન કેસની મુદ્દતે આવેલા શાહબુદ્દીનભાઇ સેરસીયાએ ઝેર પીધુ

ખોળ ખરીદ્યો ત્યાં લોકડાઉન આવ્યુ, વેંચી ન શકતાં પૈસા ન ચુકવી શકાયા

રાજકોટ તા. ૨૫: વાંકાનેરના સરધારકા ગામે રહેતાં અને ખોળ કપાસીયાનો છુટક ધંધો કરતાં તેમજ ડ્રાઇવીંગ કરતાં શાહબુદ્દીનભાઇ હાજીભાઇ સેરસીયા (ઉ.વ.૪૨) નામના યુવાને વાંકાનેરની કોર્ટમાં ઝેરી દવા પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

શાહબુદ્દીનભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેના કહેવા મુજબ તેણે અગાઉ સાગર ઇન્ડસ્ટ્રીઝમાંથી વેંચવા માટે ૫૨૪૦૦નો ખોળ લીધો હતો.

પરંતુ લોકડાઉન આવી જતાં ખોળ વેંચી શકાયો નહોતો. જેથી પૈસા ચુકવી શકાયા નહોતો. એ પછી તેણે સિકયુરીટી પેટે ચેક આપ્યો હોઇ તે સાગર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોર્ટમાં જમા કરાવી દેવામાં આવતાં તે રિટર્ન થયો હતો. જેથી ચેક રિટર્નનો કેસ કરાયો હતો. આ કેસની ગઇકાલે બીજી મુદ્દત હતી. પોતાની પાસે ચુકવવાના પૈસા ન હોઇ કંટાળી જતાં ઝેરી દવા પી લીધી હતી. વાંકાનેર પોલીસ વધુ તપાસ કરે છે.

(11:39 am IST)