Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભાવનગરમાં મિત્રનાં સંબંધો અંગે વાતો ફેલાવતા સગીરાની હત્યા કરી'તી

હત્યા કરનાર કાર્તિક અને તેના સગીર મિત્રની ધરપકડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૫ : ભાવનગરના થારોડી ગામના તળાવ પાસેથી ભાવનગરના મિત્રા વિસ્તારમાં રહેતી સગીરાનો કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી સગીરાની હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી લીધા હતાં.

શહેરના મિત્રા વિસ્તારમાં રહેતી સગીરા ગુમ થઇ હોવાની ફરીયાદ વરતેજ પોલીસ મથકમાં નોંધાયા બાદગૂરૂવારે સાંજે થોરડી ગામના તળાવ પાસેથી તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી સગીરાની હત્યા કરનાર કાર્તિક ભરતભાઇ અને તેની સગીરવયની મિત્રને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી અંગે એ.એસ.પી. સફીન હસને માહિતી આપી હતી. હત્યાનું કાવતરૂ રચનાર કાર્તિક અને તેની સગીરવયની મિત્રના સંબંધો અંગે મૃતક સગીરા જુદી-જુદી વાતો ફેલાવતી હોવાની દાઝ રાખી બન્નેએ એક સંપ કરી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(11:34 am IST)