Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ગોંડલના ત્રાકુડાના પ્રિયંક ઉર્ફે કાનાને ૩ શખ્સોએ જાતી પ્રત્યે અપમાનીત કરી લુંટી લીધો

ગોંડલમાં ગુંદાળાના દિપક દેવીપુજકને જુની અદાવતમાં છરી ઝીંકાઇઃ ૪ સામે ફરીયાદ

રાજકોટ, તા., ૨૫: ગોંડલના ત્રાકુડા ગામની ચોકડીએ દલીત યુવાનને  શખ્સોએ જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી લુંટી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ત્રાકુડા ગામે રહેતો પ્રિયંક ઉર્ફે કાનો દાનાભાઇ મકવાણા ગોંડલથી ત્રાકુડા જતો હતો ત્યારે ગામની ચોકડી પર ત્રાકુડા ગામના લાલો ભરવાડ, જગો ભરવાડ તથા ટકો ભરવાડે પ્રિયંકને રોકી જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી તેના ખિસ્સામાંથી ૧૭૦૦ રૂ. કાઢી લઇ લુંટી લીધા હતા. આ અંગે પ્રિયંકે ઉકત ત્રણેય શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા ડીવાયએસપી એચ.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

તેમજ ગોંડલના ભોજરાજપરા પાસે ગ્રીન સીટી પાછળ રોડ પર દિપક કાનજીભાઇ દેવીપુજક (રહે. ગુંદાળા)પર તે જ ગામના જીતુ બાઘુ દેવીપુજક, વિજય બાઘુ દેવીપુજક, વિનુ ચતુર વાઘેલા તથા રાકેશ ભુપત દેવીપુજકે છરીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.  ફરીયાદીના ભાઇએ અગાઉ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી ઉકત ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ઉકત ચારેય શખ્સો સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ થતા હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)