Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સુરેન્દ્રનગરમાં યુવક ઉપર હુમલો-ધમકી બાદ મોત થતા પ્રજાપતિ સમાજ દ્વારા આવેદન

વઢવાણ, તા.૨પઃ સુરેન્દ્રનગરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને કેટરીંગનું કામ કરતાં કમલેશભાઇ પ્રજાપતિનો પુત્ર કિશન (૨૦) સોની કામ કરે છે. કિશનભાઇએ તેમના દ્યર પાસે એક પ્લોટ ૩ માસ અગાઉ વેચાણથી લીધો હતો. ત્યારે મનહરસિંહ રવુભાએ આવી આ પ્લોટ મારો છો તેમ કહી ઝદ્યડો કર્યો હતો. આ અંગે પોલીસ મથકે અરજી થઇ હતી. જેનું મનદુૅંખ રાખી તા.૧૧દ્ગક્ન રોજ રાત્રે ૯-૩૦ કલાકે કિશનભાઇ તેમની દુકાનેથી દ્યેર જતા હતા ત્યારે પ્રજાપતિની વાડી પાસે મનહરસિંહ રવુભાએ કિશનભાઇના માથે બંદૂક જેવુ હથિયાર બતાવી, વિજય ડાભી, ભુરો મીયાણા અને એક અજાણ્યા શખ્સે છરી અને લાકડી વડે ઇજાઓ કરી હતી. આ બનાવમાં કિશનભાઇને ટીબી હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. જયાં તા. ૨૪દ્ગક્ન રોજ સવારે કિશનભાઇનું સારવાર કારગત ન નીવડતા મોત થયુ હતુ. સાંજના સમયે મૃતકની લાશ સુરેન્દ્રનગર લઇ અવાતા લોકો એકઠા થઇ ગયા હતા. જયારે પોલીસે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી એ.બી.વાળંદ, પીઆઇ કે.એચ.ત્રિવેદી, પીએસઆઇ એસ.બી.સોલંકી, વાય.આર.જોશી સહિતનાઓએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.ઙ્ગ

સુરેન્દ્રનગર જિલ્લા માં લુખાઓ બેફામ બન્યા છે.ત્યારે આ બનાવ જિલ્લા માટે અતિ ગંભીર ગણી શકાય તેમ છે ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધવા માં આવી હતી ત્યારે આ બાબત ની જાણ સુરેન્દ્રનગર ફુસ્નષ્ટ ઓફીસ માં આવેદન પત્ર આપી આ આવારા તત્વો ને ઝડપી લેવા પણ આથી ૧૦ દિવસ પપહેલા જાણ કરવા માં આવી હતી.

ત્યારે ગઈ કાલે આ માર ખાનાર યુવાન નું મોત નિપજીયુ છે.ત્યારે જો ૧૦ દિવસ આગાવ થી પણ પોલીસ આ યુવાન ને માર મારનાર તત્વો ને ઝડપી શકી ન હતી તો શુ ? પોલીસ યુવાન ની મરવા ની રાહ જોઈ ને બેઠી હતી.ત્યારે આવા અનેક પ્રકાર ના સવાલો સમાજ માં ઉભા થયા છે.અને પોલીસ પર આક્ષેપો લાગ્યા છે કે પોલીસ આવા તત્વો ને આવરે છે અને પ્રોત્સાહન આપે છે...અમદાવાદ સારવાર દરમિયાન કિશનભાઇ વિરમગામીયાનું મોત થતા પરિવારજનો દ્વારા આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની અને પોલીસ મથક સામે મૂકી દેવાની ચર્ચાએ શહેરમાં જોર પકડયુ હતુ. આથી પોલીસ અધિકારીઓએ પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમનો રોષ શાંત પાડી આરોપીઓને વહેલી તકે પકડવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. જેના લીધે સમગ્ર દિવસ પોલીસ બેડામાં દોડધામ રહી હતી.ઙ્ગ

તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ બનેલ બનાવ બાદ તા. ૧૨ના રોજ હોસ્પિટલે ધસી જઇ પોલીસે કમલેશભાઇની ફરિયાદ લીધી હતી. જેમાં મુખ્ય આરોપી મનહરસિંહ રવુભા હતા. આથી મનહરસિંહે તા. ૨૦ના રોજ મૃતક કમલેશભાઇના ભાઇને ફોન કરી ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી હતી. આ અંગે પણ એ ડીવીઝન પોલીસ મથકે મનહરસિંહ સામે ફરિયાદ નોંધાઇ છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતાં.ઙ્ગ

ગઈ કાલે પ્રજાપતિ સમાજ ના ૨૦ વર્ષના કિશનભાઈની  જિંદગી મોતમાં હોમાઈ છે. ત્યારે આ બાબતે જિલ્લા પ્રજાપતિ સમાજ માં રોસ વ્યાપ્યો છે.ત્યારે ગઈ કાલે બપોર ના સમયે કિસન ભાઈ ની લાસ ને સિટી પોલીસ મથકે લાવવા માં આવતા પોલીસ બેડા માં દોડાદોડી મચી હતી. ત્યારે આ બાબતે હત્યારાઓ ને પકડવા ૧૦ દિવસ પહલે પરિવારજનોએ અરજી કરી રજુઆત કરી હતી. છતાં હત્યારાઓ ન પકડાતા પોલીસની કામગીરી સામે અનેક જાતના સવાલો ઉભા થયા હતા. ત્યારે ગઈકાલે પરિવારજનોને પોલીસે સાંત્વના આપતા આગામી સમયમાં હત્યારાઓ પકડી લેશે તેવી ખાતરી આપી છે.

(1:07 pm IST)