Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

બગોદરામાં ખેતરમાં ઘાસ કાપવા મુદ્દે ધીંગાણુઃ એકની હત્યાઃ ૯ ને ઇજા

કોળી અને ભરવાડ પરિવાર વચ્ચે માથાકુટ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વઢવાણ તા. રપ :.. બગોદરા પાસે સીમમાં ખેતરમાં ચારો કાપતા ભરવાડ અને કોળી પટેલના બે કુટુંબો વચ્ચે ઝઘડો થતા યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ છે. જયારે ૯ વ્યકિતઓને ઘાયલ થતા અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હાલમાં પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો છે.

બગોદરા ગામમાં જ રહેતા બનુબેન માવસંગભાઇ મકવાણા, તેમના ખેતરમાં જારનું વાવેતર કરેલુ છે ત્યારે આ ખેતરમાં સવારના સમયે - ભરવાડ આ ખેતરમાં ચારો લેવા માટે આવ્યા હતા જયારે ચારો લેવાની ના પાડતા આ બાબતમાં બોલાચાલી થવા પામેલ હતી.

જયારે બપોરના સમયે દશરથ નાનુભાઇ દેવત્રા ઉ.૧૬, પોતાના પરીવાર માટે ખેતરે ટીફીન લઇને દેવા માટે નિકળ્યો હતો જયારે બગોદરા ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતો હતો જયારે ભરવાડ સમાજના લોકો ખેતરમાં ખડ લેવાની ના પાડતા ઝઘડો કરી ગયા બાદ આ યુવક ઉપર તુટી પડયા હતાં.

જયારે બગોદરામાં ભરવાડ સમાજ કોળી પટેલ સમાજના યુવકનું મોત નિપજાવતા બન્ને સમાજના ટોળે ટોળા સામ-સામે આવી ગયા હતાં.

આ મારા મારીમાં કોળી પટેલ સમાજના ૬ વ્યકિતઓ ઘાયલ થયા છે. જયારે ભરવાડ સમાજના ૪ લોકો ઘાયલ થયા છે. જયારે જૂથ અથડામણ થવામાં યુવકનું ઢીમ ઢાળી દેવાની પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર દોડી આવી મામલો થાળે પાડી હાલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  મૃતક કોળી પટેલ, દશરથભાઇ નાનુભાઇનું ઢીમ ઢાળી દેવાતા અરેરાટી વ્યાપી ગઇ છે.

(1:04 pm IST)