Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જૂનાગઢમાં સ્કૂલ-કોલેજની આજુબાજુમાં રોમીયોગીરી કરતા ૩ શખ્સો ઝડપાયા

જૂનાગઢઃ રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને સરકારશ્રી દ્વારા કાયદાની કડક અમલવારી કરવા સારૂ ખાસ હુકમ થઈ આવેલ હોય જે અન્વયે સુભાષ ત્રિવેદી મ્હે. પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ જૂનાગઢનાઓ તેમજ સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક જૂનાગઢનાઓ તરફથી જૂનાગઢ જિલ્લામાં આવેલ સ્કૂલ કોલેજોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ રાખી અને મહિલાઓની છેડતી કરતા આવારા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ હુકમ થઈ આવેલ હોય જે હુકમ અન્વયે આજરોજ એસ.ઓ.જી. ટીમ સાથે જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ની ટીમ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખામધ્રોળ રોડ ઉપર આવેલ સ્કૂલ-કોલેજની આસપાસ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ખામધ્રોળ રોડ ઉપર રઘુવીર સોસાયટી પાસેથી ત્રણ રોમીયોગીરી કરતા રોમીયો જેમાં (૧) આરીફ અમીનભાઈ હાલ રે. ખામધ્રોળ રોડ રઘુવીર સોસાયટી (૨) એઝાજ આમદભાઈ સેતા રે. ખામધ્રોળ રોડ રઘુવીર સોસાયટી (૩) આમીરખાન હાસમખાન પઠાણ રે. ચીતાખાના ચોક મેમણવાડા જૂનાગઢવાળાઓને રોડ ઉપર આવતી-જતી બહેન-દિકરીઓની છેડતી કરતી હાલતમાં પકડી પાડવામાં આવેલ અને ત્રણેય આરોપીઓ વિરૂદ્ધમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

(1:02 pm IST)