Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

લાઠીના કેરાળા ગામે કરેલીધાડના પાંચ પરપ્રાંતિય આરોપી ઝડપાયા

અમરેલી તા.રપ : લાઠી તાલુકાના કેરાળા ગામના રહેવાસી ગોવિંદભાઇ નરસીભાઇ માલવીયા, ઉ.વ.૭૦ વાળા ગઇ તા.૧૧-૦૯-૧૯ના રોજ પોતાની દુકાનની બાજુમાં બનાવેલ ઝુપડીએ સુતા હતા એ વખતે પાંચ અજાણ્યા ઇસમોએ તેમનીે લોખંડના સળીયા, રીંગપાના વડે તેમજ ઢીકા પાટુનો માર મારી, ગંભીર ઇજાઓ કરી, તેમની પાસેથી રોકડા રૂ.૮૦૦૦  તથા મોબાઇલ ફોન કિ.રૂ.ર૦૦૦ મળી કુલ રૂ.૧૦,૦૦૦ની લુંટ કરી અવાજ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહેલ હોય આ અંગે લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફર્સ્ટ પ૦-ર૦૧૯ ઇપીકો કલમ ૩૯પ, ૩૯૭, પ૦૬ (ર) જીપી એકટ કલમ ૧૩પ મુજબ ગુનો રજી. થયેલ છે.

એલસીબી દ્વારા આ દિશામાં સઘન તપાસ હાથ ધરી ચોકકસ માહિતી તથા ટેકનીકલ સર્વેલન્સ દ્વારા ધાડ પાડુ ગેંગના પાંચ સભ્યોને ટોડા ગામના બસ સ્ટેશન પાસેથી ધાડમાં ગયેલ રોકડ રકમ તથા મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ વણશોધાયેલ ધાડના ગુનો ડીટેકટ કરવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓના (૧) થાનસિંહ અમરસિંહ કટારા ઉ.વ.૩૪ રહે મુળ ઉદયગઢ (કનાસ), ઘટવાલીયા ફળીયુ, તા. જોબટ, થાણા - ઉદયગઢ (કનાસ) જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે. સુરગપુરા કિશોરભાઇના મકાનમાં તા. જી. અમરેલી (ર) દિવાન રઘુસિંહ મોહનીયા ઉ.વ.ર૪ રહે. મુળ ઉદયગઢ (કનાસ), હટવાલીયા ફળીયા, તા. જોબટ, થાણા -ઉદયગઢ (કનાસ) જી. અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ પીપરીયા ગામની સીમ, વિઠલભાઇની વાડીએ તા. જી. અમરેલી (૩) કેન્દરસિંહ નાનયુસિંહ કટારા ઉ.વ.ર૬, રહે. મુળ ઉદયગઢ (કનાસ) હટુ ફળીયા, તા. જોબટ થાણા ઉદયગઢ (કનાસ) જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે. સુરગપુરા, ઘનશ્યામભાઇ પટેલની વાડીએ તા. જી અમરેલી (૪) સુમરૂ ઉર્ફે રમેશ ખેલુ બારીયા, ઉ.વ.રપ રહે. મુળ કુરતલાવ (બડીા ભાભરીયા ફળીયા, તા. જોબટ, થાણા - બોરી જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ. રહે. પીપરીયા ગામની સીમ, મુકાભાઇ પટેલની વાડીએ તા. લાઠી, જી. અમરેલી (પ) કલમસિંહ ઇડીયાસિંંહ કાવડ, ઉ.વ.ર૩) રહે. મુળ છોટી જામલી, લીંમડી ફળીયા, તા. જોબટ, થાણા - ઉદયગઢ (કનાસ) જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ. રહે. પીરીયા ગામની સીમ, ધનાભાઇ ડોબરીયાની વાડીએ તા. લાઠી જી. અમરેલી. રોકડા રૂ.૮૦૦૦ તથા જીઓ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.ર૦૦૦ મળી કુલ રૂ.૧૦,૦૦૦નો મુદામાલ પકડેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના તળે અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી. કે. વાઘેલા તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:00 pm IST)