Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કેશોદમાં સ્કૂલે જતી સગીરાનું અપહરણ કરીને યુવકે અડપલાં કર્યા : પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો

સંદીપ દેત્રોજાએ અપહરણ કરી અડપલાં કર્યા : સગીરાના નિવેદન બાદ કેસ દાખલ

કેશોદમાં સ્કૂલે જતી સગીરાના અપહરણ બાદ યુવકે અડપલાં કાર્યનો કિસ્સો બહાર આવ્યો છે સગીરાના નિવેદનના આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે. પોલીસ સ્ટેશને સગીરાએ પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું  જે બાદ પોલીસે અપહરણ કરનાર યુવક વિરૂદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો

  બપોરના સમયે સ્કૂલે જઈ રહેલા કિશોરીનું  સંદીપ દેત્રોજા નામના શખ્સે અપહરણ કર્યુ હતુ અને અડપલા કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસ દ્વારા સગીરાના નિવેદનના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

(12:37 pm IST)