Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જોડીયાનો લક્ષ્મીપરા વિસ્તારમાં લાઇટ પાણી સફાઇ સહિત સુવિધાથી વંચિત

જોડીયા, તા. રપ : પાંચ દાયકા પહેલા ગામથી જુદુ પડીને ખેડૂત પટેલ સમાજે નવુ લક્ષ્મીપરા વિસ્તાર વિકસાવ્યું. ત્યાંના લોકો દર વર્ષે ગામ કરતા સર્વથી વધુ પંચાયતનો વેરા ભરવા છતાં પંચાયના શાસકો લક્ષ્મીપરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા બાબત નજર અંદાજ કરી રહ્યા છે. લાઇટ, પાણી, સફાઇ બાબત પંચાયતમાં અવાર નવાર લેખિત અને મૌખિક રજુઆત પછી પણ પંચાયતના કર્મચારીઓ ધ્યાન આપતા નથી જેના કારણે તે વિસ્તારની પ્રજામાં પંચાયત શાસકો પ્રત્યે અંદર ખાને રોષ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા ત્રણ માસથી તે વિસ્તારની શેરી-ગલ્લીમાં લાઇટના અભાવે અંધકાર છવાયો છે. શું નવરાત્રીમાં આવી પરિસ્થિતિ ઉભી રહેશે ?

આ પ્રશ્નો પ્રત્યે કચવાટ જોવાઇ રહ્યો છે. સફાઇ બાબત પંચાયતના સફાઇ કર્મી સફાઇ પ્રત્યે ધ્યાન આપતા નથી. લક્ષ્મીપરા વિસ્તારની મહિલા તા.પં.માં પ્રમુખ તરીકે સતા સ્થાને વિરાજી રહી છે તેનો સંકુશ જોડીયા ગામ પંચાયત પર નથી તે વિસ્તારમાંથી ચાર જેટલા સભ્યો ગામ પંચાયતમાં સેવા આપી રહ્યા છે. દર પંચાયતની બેઠકમાં સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજુઆતનો ઉકેલ સમયસર પંચાયત તંત્ર દ્વારા કરાતો નથી. છેલ્લા બે દાયકાથી જોડીયા ગામ અને લક્ષ્મીપરા વચ્ચેનો જાહેર માર્ગ અતિશય બિસ્માર રહે છે. ચોમાસા દરમ્યાન ગોઠણ સમા સુધી વરસાદી પાણી ભરાય છે. બન્ને વિસ્તારની પ્રજાને અવર-જવર માટે મુશ્કેલી વેઢવી પડે છે છતાં પંચાયત તંત્ર આ સમસ્યાથી કયારે જાગશે ? ગામમાં ભૂગર્ભ ગટરની કુંડીથી દુષિત પાણી શેરી અને ગલ્લી ઉપરાંત જાહેર રસ્તામાં છલકાતા પ્રજાના આરોગ્ય માટે ચિંતાનું કારણ બન્યું છે. જોડીયામાં લોકતંત્ર છે પણ લોકો હાથમાં તંત્ર નથી. જિલ્લાઓ રાજયકક્ષના જનપ્રતિનિધિઓ માટે જોડીયાની વિકરતી પ્રાણ પ્રશ્નોની સમસ્યા પ્રત્યે મૌન ધારણ કરીને બેઠા છે.

(11:47 am IST)