Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

દામનગર-ઢસા રોડ પરના નાલા બેસી જતા વાહન ચાલકો પરેશાન

દામનગર તા.રપઃ શહેરના ઢસા ગારીયાધાર રોડ પર નવા જ બનેલા નાલા બંને છેડેથી એક એક ફુટ નીચે બેસી જતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

તકલીફો એવી છે કે વાહનોનું નુકશાનની સાથોસાથ વાહનચાલકોના કમરના મણકા પણ તુટી જાય તેવી સ્થિતિ સર્જાય છે.  અત્યારે તો આ નાલા દેખાવમાં દાદરા જેવા લાગે છે. શહેરના રાજય ધોરીમાર્ગ પરજ આવા નબળા કામથી લોકોમાં સરકારના બાંધકામ ખાતા પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે.

કરોડોના ખર્ચે બનેલા આ નાલાની હાલત સુધારવા રાજયના બાંધકામ ખાતાના અધિકારીઓ આળશ ખંખેરી તાકીદે નાલા રીપેર કરે તેવી લાગણી જોવા મળી રહી છે.

(11:46 am IST)