Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગરઃ કુકડ ગામમાંથી ર૪.૬૦ લાખનો દારૂ ઝડપાયો

સ્ટેટ વિજીલન્સ સ્ટાફનો દરોડોઃ કન્ટેનર સહિત ૩પ લાખનો મુદામાલ જપ્તઃ ૪ શખ્સોની ધરપકડઃ દારૂ મંગાવનાર ૩ શખ્સને ઝડપી લેવા તજવીજ

ભાવનગર તા.રપ : સ્ટેટ વીજીલન્સ- ગાંધીનગરની ટીમે પુર્વ બાતમીને આધારે ભાવનગર નજીક ઘોઘા પાસે કુકડ ગામે ખોડીયાનગર સામે રોડઉપરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ૪ શખ્સો ઝડપી લીધા હતા.

સ્ટેટ વીજલન્સની ટીમે વિદેશી દારૂની બોટલ નંગ.૬૬૦ર કિંમત રૂ.ર૪,૬૦,૧૯૦ તથા કન્ટેનર વાહન કિંમત રૂ.૧૦ લાખ મોબાઇલ નંગ-૮ કિંમત ૧૪પ૦૦, રોકડા રૂ.૧૭૬૮૦ મળી કુલ રૂ.૩૪૦૯પ૮૦ની માલમતા કબ્જે કરી મેઘરાજ ઇસુભાઇ કુંચાલા - ગઢવી ઉ.વ.૩૧ રહે. સરદારનગર ભાવનગર, રણછોડ ધનભાઇ વેગડ ઉ.વ.૪૦ રહે. માંડવા-તળાજા, મહંમદ રફી આફીસુર પઠાણ ઉ.વ.૩૦ રહે.ભવાનીપુર - ઉતરપ્રદેશ તથા આઝમ આરીસઇ પઠાણ ઉ.વ.રર રહે. ભવામપુર - ઉત્તરપ્રદેશ નામના ૪ શખ્સોની ધરપકડ કરી હતી.

જયારે જંગીદારૂનો જથ્થો મંગાવનાર  નાગદાન ગઢવી - માંડવા, ચેતનસિંહ રવિન્દ્રસિંહ ગોહિલ અને ધીરૂભાઇ કંટાળા ગામ વાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે સ્ટેટ વિજીલન્સ ગાંધીનગરના કેતનભાઇ હિતેશભાઇ બારૈયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો વિરૂધધ ફરીયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:43 am IST)