Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વાંકાનેર પાસે જીનમાં ૧પ દિ' પૂર્વે જ નકલી તમાકુ બનાવવાનું શરૂ કર્યું ને પોલીસ ત્રાટકી

મોરબી એલસીએ દરોડો પાડી ૪ લાખના મુદામાલ સાથે નવાઝ અને ઇરફાનને ઝડપી લીધાઃ અન્ય શખ્સો પણ સામેલ હોવાની શંકા

મોરબી તા. રપઃ વાંકાનેર નજીક જીનમાં મોરબી એલસીબીએ દરોડો પાડી નકલી તમાકુ બનાવતી ફેકટરી પકડી પાડી બે શખ્સોને ૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ જીનમાં ૧પ દિ' પર્વે જ નકલી તમાકુ બનાવવાનું શરૂ કરાયું હતું અને પોલીસ ત્રાટકી હતી.

મોરબી એલસીબી પીઆઇ વી. બી. જાડેજાની ટીમના ઇશ્વરભાઇ કલોતરા અને પૃથ્વીરાજસિંહ જાડેજાની મળેલી બાતમીને આધારે વાંકાનેર-ચંદ્રપુર રોડ પર મોનશા જીનમાં દરોડો કરીને નકલી તમાકુ બનાવતી ફેકટરી ઝડપી લીધી હતી જેમાં રેડ દરમિયાન નકલી તમાકુ બનાવવા માટે બાગબાન કંપનીના લોગા વાળા ભરેલ તથા ખાલી ડબ્બો, સીલ કરવડાનું મશીન, સાધન સામગ્રી, બાગબાન કંપની ઉપયોગ કરે તેવા સ્ટીકર વાળા ડબ્બાના તળિયા, બાગબાન કંપનીની તમાકુ ભરેલ સીલબંધ ૪પ ગ્રામના ડબ્બા તથા કાર્ટુન, nani તમાકુની પડીકી, કાચી તમાકુ સહીત કુલ ૦૪,૦૪,૮૯૩ ની કિંમતનો મુદામાલ જપ્ત કરી આરોપી નવાઝ સીદીક ગોસર રહે. વાંકાનેર લક્ષ્મીપરા અને ઇરફાન અસરફ બાનવા રહે. રાતી દેવળી તા. વાંકાનેર વાળાને ઝડપી લીધા હતા. ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ બંને શખ્સો સાથે અન્ય શખ્સો કોણ હતા? અને આ નકલી તમાકુ કયાં વેચતા હતા? તે અંગે પકડાયેલ બંનેની વધુ પૂછતાછ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં મોરબી એલસીબીના પૃથ્વીરાજસિંહ, ભગીરથસિંહ અને સહદેવસિંહ જોડાયા હતા.

(11:39 am IST)