Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જામનગરમાં વ્હોરા વેપારીની ઇમારતમા ભારત મતાનુ મંદીર : પુત્રને પણ મંદીર અહી રાખવા જણાવ્યુ છે.

રાજકોટ: જામનગરના એક વ્હોરા મુસ્લીમ  વેપારીના ઘરમા ભારત માતાનુ મંદીર આવેલ છે.અને તેણે પોતાના પુત્રને પણ કહ્યુ  છે કે કાઈ પણ થાય મંદીર અહી જ રહેવુ જોઇએ જામનગરના  જુના વિસ્તારમા બે માળના મકાનમા આ મંદીર વર્ષોથી છે.પણ ખુબ ઓછા લોકોનુ ઘ્યાન તેના ઉપર જાય છે.અહિ દેના બેંકની બ્રાંચ છે.અને ગ્રાહકની આવજા હોય છે.

મકાન માલીક  વ્હોરા બંધુઓ હસન મામુજી અને તેના ભાઇ મોહમ્મદ છે.આ મુર્તિ અંગે   મોહમ્મદના પુત્ર શબ્બીર  જણાવે છે.કે આ મુર્તિ ૪૦ વર્ષ પહેલા જ્યારે અમે આ મકાન રાજીવ દેવજી નામના વેપારી પાસેથી લીધુ ત્યારે પણ હતી.આ ઇમારત ૧૦૦વર્ષ જુની છે.અને દેના બેંકની બ્રાંચ માટે ભાડે આપિ છે.દેના બેંકના મેનેજર ઇટીનટરાજનના જણાવ્યા મુજબ મે ઘણી વાર મુર્તી ઉપર ધ્યાન દીધુ છે.પણ કોઇ ગ્રાહકે આ અંગે કદી કોઇ વાત કરી નથી  

(7:30 pm IST)