Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વડિયા સહીત ના ગામડાઓમાં શ્રી કૃષ્ણના જન્મદિવસ ની ભાવભેર ઉજવણી પરંપરાગત મટકી ફોડીને રથયાત્રાનો સહિતની ઉજવણી

વડિયા શહેરો અને ગામડાઓમાં શ્રી કૃષ્ણ ના જન્મદિવસ ની ભક્તો દ્વારા ભાવભેર ઉજવણી પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વડિયા શહેરમાં શોભાયાત્રા અને રથયાત્રાઓમાં ભક્તોની હેલીઓ જોવા મળી રહી છે આ રથયાત્રાઓ અને ભક્તો દ્વારા ગામના મુખ્ય ચોક મા મટકી ફોડીને નંદભયો આનંદભયો જે કનેયા લાલકીના નાદ સાથે ભક્તોની ભીડમાં શ્રી કૃષ્ણ ના જન્મદિવસ ની ભાવભેર ઉજવણી કરાઈ હતી  ગામડાઓ અને શહેરોમાં આજે શ્રી કૃષ્ણ ના જન્મદિવસની ભાવભેર ઉજવણીઓ કરાઈ રહી છે ત્યારે વડિયા શહેરમાં પણ મુખ્ય માર્ગો અને મુખ્ય ચોકમાં મટકી ફોડી નાચગાન અને ઢોલના ધબકારાઓ સાથે રાસની રમઝટ અબીલ ગુલાલના છટકાવ અને રથયાત્રા અને શોભાયાત્રા જોવા મળી ભક્તો દ્વારા શ્રી કૃષ્ણ ના જન્મદિવસની વડિયા શહેરમાં ધામેધુમે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડિયા હીન્દુ સમાજના લોકો નું અને શોભાયાત્રા નુ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

(11:13 am IST)