Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ભુજના જૈન વ્યાપારીઓ જુગાર રમતા ઝડપાયા

ભૂજ, તા. ૨૫: હોસ્પી રોડ પર અશ્વિનભાઈ તારાચંદ મહેતા, રહે.તીરૂપતી એપાર્ટમેન્ટ,ફલેટ નં.ઇ-પ હોસ્પીટલ રોડ, ભુજ વાળો પોતાના રહેણાક મકાનમાં બહાર થી જુગાર રમવા માટે ખેલીઓ બોલાવી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા ર્ં(૧) અશ્વિનભાઈ તારાચંદ મહેતા, ઉ.વ.૪૦, રહે.તીરૂપતી એપાર્ટમેન્ટ, ફલેટ નં.ઈ-પ, હોસ્પીટલ રોડ, ભુજ, મુળ રહે.વિવેકાનંદ સોસાયટી, મકાન નં.૧૮, કલોક હાઈવે, અમદાવાદ (ર) રૂષભ અમૃતલાલ શેઠ, ઉ.વ.ર૭, રહે.એબીસી-૩, વર્ધમાનનગર, નવાવાસ, માધાપર, તા.ભુજ, મુળ રહે.લલીયાણા, તા.ભચાઉ (૩) મુકેશ ધનજીભાઈ મહેતા, ઉ.વ.૪પ,રહે.ભીડ ફળીયા, નવરાત્રી ચોક, મકાન નં.ર૦૧, અનમ રીંગ રોડ, ભુજ (૪) વર્ધમાન ભુરાલાલ મહેતા, ઉ.વ.૪ર, રહે.જયસોમનાથ એપાર્ટમેન્ટ, ૧૦૪ ૧લો માળ, ભુજ. (પ) મીતેસ કિર્તીકુમાર લોદરીયા, ઉ.વ.૩૦, રહે.કાયસ શેરી, પીપળાની બાજુમાં, નાગર ચકલા, ભુજ.(૬) ઈન્દ્રવદન ઉર્ફે અનીલ બાબુલાલ મહેતા, ઉ.વ.પ૧,ઙ્ગ મહાવિર નગર, ભુજ.(૭) કિર્તીકુમાર રતીલાલ શાહ, ઉ.વ.પ૮, રહે.જાદવજી નગર, મકાન નં.પ૩, ભુજ. (૮) જસવંત મનસુખલાલ ત્રીવેદી, ઉ.વ.પ૮, રહે.સંસ્કાર નગર, મ.ન.૧પ૯, ભુજ વાળાઓને રોકડા રૂ.૫૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭, કિં.રૂ. ૩ર,૦૦૦/- ગંજીપાના નંગ-૫૨, કિં.રૂ. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૮૭,૦૦૦/- ના મુદ્દામાલ સાર્થેં મળી આવેલ હોય તમામ વિરૂધ્ધ ભુજ શહેર યબબીય ડીવીઝન પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:04 pm IST)