Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ગોંડલમાં શેરીમાં ક્રિકેટ રમવાની ના પાડતાં સન્નીને હોકી ફટકારી ગાલ સોજાડી દીધો

પાંચ વર્ષની દિકરીને દડો લાગતાં સમજાવવા જતાં હુમલોઃ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૫: ગોંડલમાં કુંભારવાડામાં રહેતાં સન્ની મનસુખભાઇ મકવાણા (ઉ.૩૨) નામના દેવીપૂજક યુવાન પર પડોશમાં જ રહેતાં હિતેષ દેવીપૂજક, સવજી દેવીપૂજક, પ્રવિણ દેવીપૂજક અને ધમાએ હુમલો કરી પથ્થરથી ઇજા કરી ગાલ પર હોકી ફટકારી દેતાં ગાલ સોજી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

સન્નીના કહેવા મુજબ તે કાગળ વીણવાની મજૂરી કરે છે. ઘર પાસે શેરીમાં હિતેષ સહિતના શખ્સો ક્રિકેટ રમતાં હોઇ પોતાની પાંચ વર્ષથી દિકરીને દડો લાગી જતાં પોતે આ બધાને શેરીમાં રમવાની ના પાડવા સમજાવવા જતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(12:00 pm IST)