Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અખિલ હિન્દ શ્રીમાળી સોની સમાજના નવા હોદેદારોનું ધ્રોલના આડેસરા પરિવાર દ્વારા સન્માન

તસ્વીર અખિલ હિંદ સોની સમાજના આગેવાનો સ્ટેજ ઉપર બેઠેલા છે., હાજર સોની જ્ઞાતિના આગેવાન ભાઇઓ તથા બહેનો, આડેસરા પરિવારના મોભી નરભેરામભાઇ તથા લીલાવંતીબેન, આમંત્રીતોનું સ્વાગત કરી રહેલ છે. પ્રમુખ તથા ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી રહેલ, તરૂણભાઇ આડેદરા, પ્રદીપભાઇ આડેસરા,

ધ્રોલ તા. રપ :.. સમગ્ર ભારતભરમાં તેમજ વિદેશમાં વસતા શ્રીમાળી સોની સમાજની સંસ્થા અખિલ હિંદ શ્રીમાળી સોની સમાજના નવા વરાયેલા હોદેદારોનો સન્માન સમારંભ ધ્રોલના અગ્રણી સોની નરભેરામભાઇ બેચરભાઇ આડેસરા પરિવાર તરફથી સોની સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ.

અખિલ હિંદ શ્રીમાળી સોની સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડો. જયેન્દ્રભાઇ રાણપુરા, તથા ઉપપ્રમુખ હેમેન્દ્રભાઇ ત્થા અન્ય હોદેદારોનું ધ્રોલના વલ્લભ સેવા સદન  ખાતેથી ખુલ્લી જીપમાં બેસાડીને સ્વાગત કરવામાં આવેલ. અને શહેરના મુખ્યા માર્ગો પરથી સોની જ્ઞાતિની વાડી ખાતે પહોંચેલ.

સન્માનના પ્રત્યુતરમાં પ્રમુખ જયેન્દ્રભાઇએ સોની જ્ઞાતિ ના. આ. સંગઠન માળખાને આશરે પંચોતેર વર્ષોથી ચાલી રહેલ છે. જેના પ્રથમ પ્રમુખ તરીકે પણ ધ્રોલના સોની અગ્રણી હોવાની જાણકારી આપી હતી. તેમજ સંગઠન તરફથી વિવિધ સામાજીક તેમજ શૈક્ષણીક સેવાઓ ચાલી રહેલ છે. તેમજ જ્ઞાતિની વિવિધ પ્રશ્નો જેવા કે સામાજીક, ધંધાકીય તેમજ રાજકીય ક્ષેત્રમાં પણ સમાજની આગવી ઓળખ ઉભી થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. તેવી ખાત્રી આપી હતી., તેમજ તેમનું કરવામાં આવેલ સન્માન બદલ આભારની લાગણી વ્યકત કરીને ધ્રોલ સોની જ્ઞાતીની વાડી માટે રૂા. પ૧૦૦૦ નું દાન અર્પણ કરેલ. આ તકે ઉપપ્રમુખ હેમેન્દ્રભાઇ તરફથી રૂા. ૧૧૦૦૦ તેમજ પૂર્વ પ્રમુખ તરફથી રૂા. ૧૧૦૦૦ નું દાન આપવામાં આવેલ.

ધ્રોલ ખાતે યોજાયેલા.આ સન્માન સમારંભ પ્રસંગે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ હતું સ્વાગત, પ્રવચન, તરૂણભાઇ આડેસરા, કાર્યક્રમનું સંચાલન, કેતનભાઇ આડેસરા તથા આભારવિધી, હરગોવિંદભાઇ આડેસરાએ કરી હતી. આ સમારંભમાં રાજકોટ, મોરબી, ટંકારા, જામનગર, સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી સોની જ્ઞાતીના આગેવાનોએ હાજરી આપી હતી.

(11:52 am IST)