Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ૫૯૮૬૭૮ પુરૂષ અને ૪૭૦૨૫૯ સ્ત્રી મતદારો દ્વારા મતદાન

વઢવાણ, તા.૨પઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે ત્રીજા તબકકામાં તારીખ ૨૩/૪/૨૦૧૯ના રોજ ૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારની બેઠક માટે મતદાન યોજાયું  હતુ. ગઈકાલે યોજાયેલા આ મતદાનમાં સંસદીય મતવિસ્તારના ૫૯૮૬૭૮ પુરૂષ અને ૪૭૦૨૫૯ સ્ત્રી મતદારો અને અન્ય ૯  મતદારો મળી કુલ ૧૦૬૮૯૪૬ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં ૫૭.૮૫ ટકા મતદાન થયું હતુ. સમગ્ર સંસદીય મતવિસ્તારમાં સવારના સાત કલાક થી કુલ- ૨૧૭૮ મતદાન મથકો ઉપર શરૂ થયેલ મતદાન સાંજના ૬ કલાકે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. મતદાન મથકો ઉપર મતદારોએ ભારે ઉત્સાહથી તેમના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર સવારથી જ સ્ત્રી અને પુરૂષોની લાંબી કતારો જોવા મળતી હતી. વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૩૧ ઉમેદવારોનું ભવિષ્ય વિજાણું મતદાન યંત્ર (ઈ.વી.એમ.) માં સીલ થયું હતું.

(11:41 am IST)