Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બાબરાના હનીટ્રેપ પ્રકરણમાં મુખ્ય સુત્રધારોના રિમાન્ડની તજવીજ

બાબરા-અમરેલી, તા., રપઃ જીલ્લાના પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાય તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સુચના અને માર્ગદર્શન હેઠળ ફરીયાદી કેયુરભાઇ ગોપાલભાઇ લબકામણા રહે. થાનગઢ વાળા સાથે આ કામના આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રુ રચી દિવ્યા પટેલ નામની છોકરીએ તેના મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી ફરીને પ્રેમ પ્રકરણ જાળમાં ફસાવી ફ્રેન્ડશીપન લાલચ આપી બાબરા બોલાવી ફરીની એસેન્ટ કારમાં ચારખા ગામ તરફ જતા આ કામના આરોપીઓએ પોતે પોલીસ હોવાન ખોટી ઓળખ આપી ફરીને માર મારી પોલીસ કેસ નહિ કરવા રૂપીયા સાડા ત્રણ લાખની માંગણી કરી હતી. પાસેથી રૂપીયા એક લાખ નેવુ હજાર રૂપીયા જેટલી રકમ બળજબરીથી કઢાવી આ કામના આરોપીઓએ ગુન્હો આચરેલ હોય જે બાબતે પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જી.ડી.આહીર સાથે રહી તથા ગુન્હાના તપાસનીશ પોલીસ સબ ઇન્સ. શ્રી આર.ડી.ગોસાઇએ તપાસ ચલાવી આ કામે આરોપીઓના સીસીટીવી ફુટેજ તેમજ વોઇસ રેકોડીંગ તથા આરોપીના વર્ણન આધારે ગણતરીની કલાકોમાં આ કામનો ભેજાબાજ આ કામનો મુખ્ય આરોપી (૧) વારીસ ઉર્ફે લાલો રજાકભાઇ માલવીયા તથા (ર) અજય માણસુરભાઇ માંજરીયા રહે. બંન્ને જસદણવાળાઓને ઝડપી પાડી આરોપીઓની આખરી પુછપરછ કરી મુદામાલ રીકવરી કરવા તેમજ અન્ય આરોપીઓને પકડવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામે કામગીરીમાં જોડાયેલ અનાર્મ હે.કો. ભરતભાઇ વાજા તથા પો.કોન્સ. ભાવીકસિંહ રઘુવીરસિંહ તથા પો.કોન્સ. રવીરાજસિંહ સોલંકી તથા પો.કોન્સ. પરવેજભાઇ મહમદભાઇ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ ગરૈયા જોડાયેલ હતા. પોલીસે ઝડપાયેલા આરોપીના રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(4:29 pm IST)