Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જામજોધપુરના ભડાનેશનો ફરારી આરોપી ઝબ્બે

જામનગર તા.૨૫: રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલક આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી સંદીપસિંહ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને આર.આર.સેલના પો.સ.ઇ.એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને હકીકત મળેતા સ્ટાફના રામદેવસિંહ ઝાલા, સંદીપસિંહ ઝાલા તથા કમલેશભાઇ રબારીનાઓએ ગુન્હો બન્યા બાદથી નાસતા-ફરતા આરોપીની હકીકત મળતા પાટણવાવ પોલીસ પો.સ્ટે.પ્રોહી ગુ.રન-૫૧૦૮/૧૭ પ્રોહી કલમ-૬૬(૧)બી ૬૫એઇ, ૯૮(૨) મુજબના ગુન્હાના કામે ધોરણસર અટક કરી પાટણવાવ પોલીસ સ્ટેશન સોંપી આગળની ધટીત કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપી ભાયાવદર પોસ્ટે.પ્રોહી ગુરન.૨૫/૨૦૧૯ પ્રોહી કલમ-૬૫ઇ,૯૮(૨),૮૧ ના ગુન્હાના કામે પણ સંડોવાયેલ હોવાનુ ખુલવા પામેલ છે.

આરોપી (૧)ભુપત સન/ઓફ દેવાભાઇ દેસુરભાઇ મોરી જાતે રબારી ઉ.વ.૨૮ ધંધો માલધારી રહે.ભડાનેશ તા જામજોધપુર પકડાયો છે.

(11:51 am IST)