Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઉપલેટા તાલુકાના ખેડૂતોની મગફળી પાક વિમામાં બાદબાકી સામે આંદોલનની ચીમકી

ઉપલેટા તા.૨૫: ઉપલેટાના ખેડૂતોના પાક વિમા બાબતે બાદબાકી કરવામા આવેલ છે. ત્યારે આ તાલુકાને એક બાજુથી અછતમાં આ તાલુકાના ખેડૂતોને કોઇ જાતનો લાભ ન મળે તો કઇ જાતની અછત ગ્રસ્ત કહેવાય આજે ખેડૂતોના ખાતામાં બે બે હજાર નાખીને ખેડૂતોને રાજી કરેલ છે.

આ તાલુકાના ખેડૂતોને પાક વિમાની રકમની જરૂરી હતી તેમને બે બે હજાર રૂપિયાની જરૂર  ન હતી આ તાલુકાના ખેડૂતોને પાક વિમાની જે બાદબાકી કરેલ છે. ત્યારે આ તાલુકાના ખેડૂતો આ બાબતે આંદોલન કરશે તેવી ખેડૂતોને આક્રોશ વ્યકત કરીને જણાવેલ છે.

 ઉપલેટા તાલુકાના ખેડૂતોને જે પાક વિમા બાબતે અન્યાય કરેલ છે. તે બાબતે ગઢાળા સરપંચ નારણભાઇ આહીરે કૃષીમંત્રીને પત્ર પાઠવીને જણાવેલ હતુ કે લોકસભાની ચુટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો આ બાબતે રોષે ભરાયેલ છે આ તાલુકાના ખેડૂતોને જો પાક વિમાની રકમ ચુકવવામાં નહી આવે જો આવે તો આ તાલુકાના ખેડૂતો આવેદન પત્રો તેમજ ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી તાલુકાના ખેડૂતોએ આક્રોશ ભરાઇ ચીમકી આપી છે.(૧૧.૬)

(11:43 am IST)