Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા ઉનાળાનો પ્રારંભ

મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા મોડી રાત્રે-સવારે પણ બફારો

રાજકોટ, તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઉનાળાનો માહોલ બરાબરનો જામવા લાગ્યો છે અને બપોરના સમયે મહત્તમ તામાનનો પારો ૪૦ ડીગ્રી આસપાસ પહોંચી જતા અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

જુનાગઢ

જુનાગઢ : સોરઠમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. અને આજે સવારનું તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાતા સવારથી સૂર્યનારાયણે આકરો મિજાજ બતાવ્યો છે.

રવિવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન વધીને ૩૯.ર ડીગ્રીએ પહોંચી જતાં લોકો પરસેવે રેબજેબ થઇ ગયા હતા અને એરકન્ડીશન ચાલુ કરવાની ફરજ પડી હતી.

શિયાળાની વિદાય બાદ પ્રથમ વખત તાપમાન ૩૯ ડીગ્રી ઉપર નોંધાતા મોડી સાંજ સુધી ગરમી રહી હતી. હજુ આગામી દિવસોમાં તાપમાનનો પારો ૪૦ થી ૪ર ડીગ્રીએ પહોંચવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

દરમ્યાન આજે સવારનું લઘુતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું પરંતુ સવારથી પવનનું જોર વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૮ કિ.મી.ની રહી હતી. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા રહ્યુ હતું આજે પણ રવિવારની માફક જ મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી આસપાસ રહેવાની શકયતા છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩૬.ર મહત્તમ, ર૧ લઘુત્તમ, ૬૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:40 am IST)