Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રાજકોટની કોલેજનો વિદ્યાર્થી ભુજ ઘરે આવ્યોને અકસ્માતમાં મોતને ભેટયો

ભુજ તા.રપઃ ભુજની ભાગોળે સેડાાતા પાસે ટ્રક અને બોલેરો કાર અથડાતાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં ભુજની ગુવાર શેરી, વાણીયાવાડમાં રહેતા ૧૮ વર્ષીય વંશ તુષાર શેઠનું મોત નિપજયું હતું.

જયારે બોલેરો કારમાં સવાર બે યુવાનો સાથે એક યુવતીને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તના નામ મિત અરવિંદ રાજ્યગુરૂ (માધાપર), સ્વાતિ દિનેશ ગોસ્વામી, રિષભ સોની છે.

જયારે આ સમાચારને પગલે હોસ્પિટલમાં જૈન સમાજ ઉપરાંત જથ્થાબંધ બજારના વ્યાપારીઓ ઉમટી પડયા હતા. અકસ્માતના આ બનાવની તપાસ ભુજ બી. ડિવિઝન પોલીસે હાથ ધરી છે. મૃતક યુવાન વંશ તુષાર શેઠ રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતો હતો અને હમણાં પોતાને ઘેર ભુજ આવ્યો હતો.

(11:40 am IST)