Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કચ્છમાંથી BSFએ 3 પાકિસ્તાની નાગરિકોને ઝડપ્યા :ડ્રગ્સનો મોટો જથ્થો લઇને આવ્યા હોવાની આશંકા

ત્રણ પાકિસ્તાની બોટમાં 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના હોવાની શંકા

કચ્છમાંથી BSFએ 3 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આ લોકો ડ્રગ્સનો મોટો જથ્થો લઇને આવ્યા હોવાની આશંકા છે. સુરક્ષા એજન્સીઓને જોઇને ભાગવાનો પ્રયાસ કરતા પકડાવવાના ડરથી ડ્રગ્સ દરિયામાં ફેકી દીધુ હતુ

કચ્છમાંથી પકડાયેલા ત્રણ પાકિસ્તાની નાગરિક ડ્રગ્સ લઇને ભારત આવી રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. BSF દ્વારા સરક્રિકથી ત્રણેય નાગરિકોને પકડવામાં આવ્યા પછી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા પાકિસ્તાનીમાં એક 54 વર્ષનો અકબર અલી અબ્દુલ છે, આ સિવાય અન્ય બેની ઓળખ બસિલ સૈયદ અને ગુલામ તરીકે થઇ છે.

બીએસએફની ટીમે ત્રણેયને ઝડપ્યા હતા અને તેમની પાસે રહેલી માછીમારીની બોટને પણ કબજે કરવામાં આવી હતી. BSF દ્વારા સરક્રિકમાં પેટ્રોલિંગ કરવામાં આવતુ હતુ ત્યારે શંકાસ્પદ બોટ દેખાતા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણ પાકિસ્તાની બોટમાં 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આરોપીઓ કન્સાઇનમેન્ટ લઇને ભારત આવી રહ્યા હોવાની માહિતી સુરક્ષા એજન્સીઓને મળી હતી. જે પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી અને પેટ્રોલિંગ વધારી દીધુ હતુ. આ દરમિયાન BSFને સરક્રિકમાં શંકાસ્પદ બોટ દેખાતા તેનો પીછો કર્યો હતો અને આ ત્રણેય પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓને જોતા જ ડ્રગ્સ દરિયામાં ફેકી દીધુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પાણીમાં ફેકેલુ ડ્રગ્સ તરીને દરિયા કિનારે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત ATS અને અન્ય એજન્સીઓ દ્વારા પણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે

(1:16 am IST)