Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

સુત્રાપાડા ના લોઢવા ગામની સીમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળ્યો

સરપંચે આરોગ્ય અધિકારીઓને દવાના જથ્થાની તપાસ કરવા જાણ કરતા તંત્ર દોડ્યું

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી સરકારી દવાનો ફેંકી દેવાયેલો મોટો જથ્થો મળી આવ્યો હતો. લોઢવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો ફરી એકવાર સરકારી વણવપરાયેલી દવાનો જથ્થો ફેંકી ગયા છે. લોઢવા ગામના સરપંચે આરોગ્ય અધિકારીઓને દવાના જથ્થાની તપાસ કરવા જાણ કરી છે. આ પૂર્વે પણ ગામની સીમમાંથી મળેલા દવાના જથ્થા અંગે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી. આ દવાના જથ્થા અંગે સ્થાનીક તંત્રને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આ જથ્થો સરકારી દવા હોવાનું સ્વીકાર્યું હતું.

સુત્રાપાડાના લોઢવા ગામના સીમ વિસ્તારમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરતા અધિકારી સ્થળ પર દોડી જઈ તપાસ કરતા આ તમામ જથ્થો સરકારી દવાની અલગ અલગ દવા તેમજ બોટલોનો મોટાપાયે મળ્યો હતો. જેથી આ દવા કોણે અને કયા કારણે આવી જગ્યાં પર ફેંકી દેવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:04 am IST)