Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

રાજ્‍ય સરકારના બજેટમાં ખેડૂતોને સમૃધ્‍ધ કરવા મહત્‍વની જોગવાઇ : રાઘવજીભાઇ પટેલ

ભુપેન્‍દ્રભાઇ અને કનુભાઇનો આભાર માનતા કૃષિમંત્રી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૫ : સરકાર દ્વારા આજે રજૂ કરાયેલ બજેટમાં કળષિ, ખેડૂત કલ્‍યાણ વિભાગની કુલ બજેટ જોગવાઈ વર્ષ બજેટ ૨૦૨૩-૨૪ - રૂ. ૨૧૬૦૫ કરોડ મહેસૂલી જોગવાઈ - રૂ. ૨૦૬૯૮ કરોડ મૂડી જોગવાઈ - રૂ. ૯૦૭ કરોડની જોગવાઈ કરાઈ છે એને આવકારીને કળષિમંત્રી રાધવજી પટેલે રાજયના ખેડૂતો વતી મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈનો આભાર માન્‍યો છે.

 વિભાગવાર બજેટમાં કળષિ (કળષિ, બાગાયત, કળષિ યુનિ.) રૂ. ૧૬૯૩૩ કરોડ,પશુપાલન રૂ.૧૬૯૮ કરોડ,મત્‍સ્‍યોદ્યોગ રૂ.૧૪૧૯ કરોડની બજેટ જોગવાઈ કરાઈ છે.  કળષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્‍સાહન આપવા અને કળષિક્ષેત્રને લગતી માહિતી સેન્‍ટ્રલ પોર્ટલ પર ઉપલબ્‍ધ કરાવવા INDEXT-Aની સ્‍થાપના કરવામાં આવશે.  પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં આશરે ૬૧ લાખથી વધુ ખેડૂત કુટુંબોને અંદાજે રૂ.૧૨ હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે.   ટ્રેક્‍ટર તેમજ કળષિ યાંત્રિકીકરણ માટે રૂ.૬૧૫ કરોડની જોગવાઈ.  કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્‍સીંગ બનાવવા સહાય માટે રૂ. ૪૦૦ કરોડની જોગવાઈ. પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટેસહાય આપવા રૂ.૨૦૩ કરોડની જોગવાઈ. ખાતેદાર ખેડૂતોને આકસ્‍મિક મળત્‍યુ/કાયમી અપંગતાના કિસ્‍સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ રૂ. ૧૨૫ કરોડની જોગવાઈ. સ્‍માર્ટ ફાર્મિગની યોજના અંતર્ગત સોઈલ હેલ્‍થ કાર્ડ અને ખેડૂતોને કળષિ એડવાઈઝરી માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરાઇ છે. 

 બાગાયતી પાકોના ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્‍ધતા સુનિヘતિ કરવા નર્સરી વિકાસ માટે રૂ ૬૫ કરોડની જોગવાઈ.  કળષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિગ એન્‍ડ ઓર્ગેનિક એગ્રીકલ્‍ચરલ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે રૂ. ૧૧૫૩ કરોડની જોગવાઈ.

 ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્‍ટ સંચાલિત સંસ્‍થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ. મુખ્‍યમંત્રી નિઃશુલ્‍ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૧૦૯ કરોડની જોગવાઈ.  દૂધ ઉત્‍પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા રૂ. ૧૨ કરોડની જોગવાઈ.   નવા મત્‍સ્‍યબંદરોના વિકાસ તેમજ હયાત મત્‍સ્‍યકેન્‍દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે રૂ. ૬૪૦ કરોડની જોગવાઈ, સાગર ખેડૂઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે રૂ. ૪૫૩ કરોડની જોગવાઈ કરાઇ છે. તેમ રાઘવજીભાઇ પટેલે જણાવ્‍યું છે.

(1:29 pm IST)