Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ધ્રોળમાં સફાઇ થતી જ નથીઃ વોર્ડ-૪ ના લોકોએ ટ્રેકટરમાં કચરો ઠાલવીને ગયા પણ પાલિકાની કચેરીએ કોઇ હતું જ નહીઃ વિરોધ-સુત્રોચ્‍ચાર

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. રપ :.. ધ્રોલ નગરપાલીકાના વહીવટી તંત્ર સામે ઘણાં જ સમયથી નાગરીકોમાં રોષની લાગણી ફેલાયેલ છે. નગરપાલીકામાં જાણે કે કોઇ જ ઘણી ધોરી ન હોય તેમ લોકોના અનેક વિધ પ્રશ્નો સહિત સફાઇના પ્રશ્નો ના પણ કોઇ જ ઉકેલ આવતા નથી. વોર્ડ નં. ૪ ના વિસ્‍તારમાં છેલ્લા એકાદ માસથી સફાઇની ગંભીર ફરીયાદો કરવા છતાં કોઇ જ ઉકેલ ન આવતા આ લતાવાસી નાગરીક - ભાઇઓ તથા બહેનોએ તેમના વિસ્‍તારમાં એકત્ર થયેલ કચરા ના ઢગલાઓ ટ્રેકટરમાં ભરીને નગરપાલીકાની કચેરી એ ઠાલવેલ અને નાગરીકોએ આ પ્રશ્ને સુત્રોચ્‍ચાર સાથે વિરોધ પ્રદર્શન કરેલ. પરંતુ આ સમયે નગરપાલીકાના કોઇ જવાબદાર હાજર ન હોવાને કારણે આ પ્રશ્ન અંગે નગરપાલીકા તરફથી લોકોને કોઇ જ પ્રત્‍યુતર મળેલ નહીં.

ધ્રોલ શહેરમાં સફાઇની કોઇ જ ફરીયાદ સાંભળતા નથી. અવાર નવાર દિવસો સુધી લત્તાઓમાં સફાઇ કરવામાં આવતી નથી. તે અંગે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ડોર ટુ ડોર મળે રાખવામાં આવેલા મોટાભાગના વારનો બંધ હાલતમાં છે. ટ્રેકટર દ્વારા જે તે વિસ્‍તારમાં કચરો ઉપાડવાની કામગીરી ચાલુ છે. પરંતુ આ ટ્રેકટર ચાલકો  મરજી મુજબ  પોતે જગ્‍યાએથી કચરો ઉપાડે છે. તેની બાપુમાં પડેલ કચરાના ઢગલાને અડતા પણ નથી. અને આંટો મારીને જતા રહે છે. આ સ્‍થિતિ હોવાની અનેક ફરીયાદો નાગરીકો તરફથી કરવા છતાં પણ સફાઇના પ્રશ્ને કોઇ યોગ્‍ય કામગીરી થતી નથી.

ધ્રોલ નગરપાલીકાની બોડીની તા. ર૩-ર-ર૩ નાં રોજ મુદત પુરી થતા હવે વહીવટદારનું શાસન આવશે.

ત્‍યારે ધ્રોલ નગર. ની આશરે પ૦ હજારની જનતાના આ મહત્‍વના સફાઇના પ્રશ્ને વોર્ડ નં. ૪ ના પ૦ થી ૬૦ જેટલા ભાઇઓ તથા બહેનો એ સતાધીશોની કાર્ય પધ્‍ધતીનો પર્દાફાશ કરીને ટ્રેકટરમાં કચરો ભરીને નગરપાલીકા કચેરીમાં ઠાલવવાની ફરજ પડેલ છે. તે પ્રશ્ને તાકીદે યોગ્‍ય જવાબદારો સામે સરકારશ્રી તરફથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરીકોની માંગણી છે.

(1:24 pm IST)