Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામનગરમાં ટ્રાન્‍સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભુકી ઉઠી

જામનગરઃ જામનગરમાં આજે સવારે ૮ વાગ્‍યા આસપાસ બર્ધન ચોકમાં આવેલ વીજ ટ્રાન્‍સફોર્મરમાં ધડાકા સાથે આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઇ હતી. જો કે વહેલી સવારે લોકોની અવરજવર ઓછી હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. લતાવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ પહોંચી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી.  (અહેવાલ : મુકુંદ બદીયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:02 pm IST)