Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ધોરાજીમાં ગંદકી અને પ્રતિબંધિત ઝબલાનો ઉપયોગ કરનારા દંડાયા

ધોરાજી ,તા.૨૫ :  સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત ધોરાજી નગરપાલિકાનાં સેનીટેશન વિભાગ ના અધિકારી યાસીનભાઈ કાંગડા અને ટીમ દ્વારા ધોરાજીના વિવિધ વિસ્‍તારોમાં ગંદકી અને કચરો જાહેરમાં ફેંકતા ૧૧ આસામીઓને દંડ ફટકાર્યો હતો. તેમજ ધોરાજીના પોસ્‍ટ ઓફિસ ચોક પાસે આવેલ ઠાકર ચા પેઢીમાં ઓછા માઇક્રોનનાં  પ્રતિબંધિત ઝબલા અંદાજે ૨૮૦૦/- ની કિંમતના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:01 pm IST)