Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પોરબંદરમાં પીયરેથી પત્‍નીએ આવવાની ના પાડતા યુવાન દ્વારા ઝેર પી ને આપઘાતનો પ્રયાસ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રપ : પીયરે રિસામણે ગયેલી પત્‍નીએ  સાસરીયે આવવાની ના પાડતા યુવાને ઝેર પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીંટલા ગામના રઘાભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.રપ) તેની પત્‍ની પોરબંદર પિયરે રિસામણે ચાલી જતાં પત્‍નીને તેડવા જતાં પત્‍નીએ સાસરીયે આવવાની ના કહી દેતા રઘાભાઇને મનમાં લાગી આવતા તેમણે ઝેરી દવા પી લઇને ચોપાટીએ ચાલ્‍યા ગયેલ અને ત્‍યાં એક મહિલા આગેવાનને આ બાબતની જાણ થતાં તેમણે પોલીસની મદદથી ઝેર પી ને આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન રઘાભાઇ ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

(1:09 pm IST)