Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્કશોપ યોજાયોઃ ૧૦૦ વિદ્યાર્થીઓએ સોફટ સ્‍કીલ ટ્રેઇનીંગનો લાભ મેળવ્‍યો

જૂનાગઢઃ કૃષિક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે વ્‍યવસાય ઉભો કરે એટલેકે જોબ ક્રીએટર બને તે માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાષા વિભાગમાં સોફટ સ્‍કીલ ટ્રાઇનીંગનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેનો ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ મેળવ્‍યો હતો.

સોફટ સ્‍કીલ્‍સની ઉપયોગીતાને ધ્‍યાનમાં રાખીને એક દિવસનો સોફટ સ્‍કીલ્‍સ તાલીમુનં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની ખાપટ, મોટા ભંડારીયા, જુનાગઢ સહિતની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. National Agricutural Higher Education Project(NAHEP) યોજના હેઠળ Development of soft skills for enterpreneurship among Agri Graduates– તાલીમમાં એગ્રો વિકાસ, કોકો એનીટાઇમ, કૃષિસારંગ એગ્રી અને ક્રિષ્‍ના ફાર્મ એન્‍ડ નર્સરીના ઉદ્યોગ સાહસિકોના પ્રતિનિધિઓ પોતાના વ્‍યવસાય અંગે માર્ગદર્શન આપ્‍યુ હતું. તદઉપરાંત વિદ્યાર્થીઓમાં ક્રિએટીવીટી ડેવલોપ કરવા માટે સાયકોલોજીકલ ગેમ્‍સ યોજવામાં આવી હતી.

કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં સંશોધન નિયામક અને NAHEP યોજનાના વડા ડો.એચ.એમ.ગાજીપરા, એગ્રીકલ્‍ચર ફેકલ્‍ટીના ડીન ડો.એસ.જી.સાવલીયા, વિદ્યાર્થી કલ્‍યાણ નિયામક  ડો. આર.એમ.સોલંકી અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ વર્કશોપનું આયોજન કૃષિ અર્થશાષા વિભાગના વડા ડો.વી.ડી.તારપરા અને સંયોજક ડો.બી.સ્‍વામીનાથન દ્વારા કરવામાં આવ્‍યુ હતું.

(12:59 pm IST)