Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામનગર પાસે મોટરસાયકલ સ્‍લીપ થઈ જતા યુવાનનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: જામનગર જિલ્લાના હડમતીયા ગામે રહેતા રાજેશભાઈ દેવાભાઈ વાળા, ઉ.વ.૪૦ વાળા એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, બીપીનભાઈ ઉર્ફે વિપુલભાઈ દેવાભાઈ વાળા, ઉ.વ.૩૦ વાળા પોતાનું મોટરસાયકલ ડીસ્‍કવર જેના રજી.નં. જી.જે.૧૦-ડી.ડી.-૪૪પ૧ નું લઈને જતા હોય ત્‍યારે નાની માટલી ગામ પાસે આવેલ હાઈસ્‍કુલથી આગળ તેમની મોટરસાયકલ સ્‍લીપ થઈ જતા તેને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ઈજા થતા સારવારમાં અમદાવાદ સીવીલ હોસ્‍પિટલમાં દાખલ કરેલ અને સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાલાલ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નાગનાથ નાકા, સર્કલમાં આરોપી રૂસ્‍તમમીયા કાદરમીયા બારૂની, ઈબ્રાહીમ મુસાભાઈ બસર એ ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમતા રૂ.૧રરપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દુકાનોના તાળા ફંફોળતો ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહેન્‍દ્રભાઈ રમેશભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, હર્ષદમીલની ચાલી પાસે આરોપી ગૌરવભાઈ નરશીભાઈ ઉનાગર એ મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતો કોઈ મિલ્‍કત વિરૂઘ્‍ધ ગુનો કરવાની તૈયારીમાં મળી આવી ગુનો કરેલ છે.

૪ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટી હવેલી પાસે ઓઝાના ડેલામાં શ્રીનાથજી નોવેલ્‍ટી ની દુકાન સામે આરોપી કમલ ઉર્ફે કાનો મધુસુદનભાઈ ઓઝાએ મકાનમાં દારૂની બોટલ નંગ-૪ કિંમત રૂ.ર૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી પૃથ્‍વીરાજસિંહ ઉર્ફે બીટુ અનિરૂઘ્‍ધસિંહ જાડેજાની અટક બાકી હોય કાર્યવાહી હાથ ધરી છે.

ભાવાભી ખીજડીયા ગામે ૧૧ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ગોપાલભાઈ વાલજીભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, ભાવાભી ખીજડીયા ગામે આરોપી લગધીરસિંહ વનરાજસિંહ જાડેજા એ પોતાના રહેણાક મકાનમાં દારૂની બોટલ નંગ-૧૧, કિંમત રૂ.પપ૦૦/- ની રાખી ઝડપાઈ ગયેલ છે તથા આરોપી મીતરાજસિંહ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમપર્ણ હોસ્‍પિટલ પાસેથી મોટરસાયકલ ચોરી થયાની રાવ

અહીં સી પોલીસ સ્‍ટેશનમાં કિશોરસિંહ મહોબતસિંહ ઝાલા, ઉ.વ.૪૩, રે. ગોકુલનગર, શ્‍યામનગર શેરી નં.ર, બંસી સ્‍કુલની સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સમપર્ણ સર્કલ પાસે સમપર્ણ હોસ્‍પિટલના ગેઈટની બાજુમાં ફરીયાદી કિશોરસિંહએ પોતાનું બ્‍લેક કલરનું પોલીસ પટ્ટાવાળુ હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર કંપનીનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-એ.ઈ.-ર૪૬પ જેની કિંમત રૂ.૧૦,૦૦૦/નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

આંકડા લેતા ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં એલ.સી.બી.ના કોન્‍સ. રાકેશ ભનુભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, સમપર્ણ સર્કલ પાસે આરોપી ખીમજીભાઈ બચુભાઈ રાઠોડ એ વરલી મટકાના આંકડા લખી લખાવી રૂ.૧પ૦૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:58 pm IST)