Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબીમાં કબીર ટેકરી પાસે જાહેરમાં જુગાર રમતા ૯ પતાપ્રેમી પકડાયા

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૫ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે કબીર ટેકરી પાસે દરોડા પાડી ૯ જુગારીઓને ઝડપી લીધા હતા.

  મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે પોલીસકર્મી ચકુભાઈ કરોતરા અને સિધ્‍ધરાજસિંહ લોખીલને ચોક્કસ બાદ મળી હતી કે, કબીરટેકરી શેરીનં.૨/૩ વચ્‍ચે સ્‍ટ્રીટલાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાનાવડે  તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્‍યાં જુગાર રમતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી, જુનેદ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી, જાવેદ ઇશાભાઇ ખુરેશી, અહેમદ  નુરમામદભાઇ ખુરેશી, યોગેશ મગનભાઇ વાઘાણી, અલ્‍તાફ  અબ્‍દુલભાઇ ખુરેશી, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ કુરેશી, હાજી મુસાભાઇ ખુરેશી અને એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયાને રોકડ રકમ રૂપિયા ૫૧૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ કામગીરીમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસના પી આઈ એચ.એ.જાડેજા, આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, સિધ્‍ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા,  હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્‍દ્રભાઇ વાઘડીયા સહિતના પોલીસ કર્મીઓ જોડાયેલા હતા.

(12:58 pm IST)